દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને લઈને ફરી વિવાદ ઉભા થવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સંસ્કૃતિ પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે (Prahlad Patel) દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉપરાજ્યપાલ અનીલ બૈજલને પત્ર લખીને તિરંગાના અપમાનની ફરિયાદ કરી છે.
પ્રહલાદ પટેલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સજાવટના સામાન તરીકે તિરંગાનો ઉપયોગ કર્યો. સાથે તિરંગાને એ રીતે લગાવ્યો હતો કે તેમાં લીલો રંગ જ દેખાય.
દરેક ટીવી સંબોધનની વાત કરતા લગાવ્યો આરોપ
કેન્દ્રીય મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું છે કે રાષ્ટ્રધ્વજના સન્માન માટેની આપણા બધાની જવાબદારીને ધ્યાનમાં રાખીને તેઓ આ પત્ર લખી રહ્યા છે. તેમને પત્રમાં માત્ર એક ઘટના નહીં પરંતુ દરેક ટીવી સંબોધનની વાત કરતા લખ્યું કે જ્યારે પણ કેજરીવાલ ટીવી પર સંબોધન કરવા આવે છે, ત્યારે તેમનું ધ્યાન તિરંગા પર જ જતું રહે છે. કારણ કે તે દેશની ગૌરવ અને બંધારણીય પ્રકૃતિથી જુદો પ્રતીત થાય છે.
સફેદ રંગ ઘટાડીને લીલો વધાર્યાનો આરોપ
તેમણે પત્રમાં આરોપ મૂક્યો કે આ તિરંગાને જોઇને તેના મધ્ય રંગ સફેદને ઓછો કરીને તેની જગ્યાએ લીલો રંગ જોડી દીધો હોય તેવું લાગે છે. જે ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિર્દિષ્ટ ભારતીય ધ્વજ સંહિતાના ભાગ 1.3 માં આપેલા ધોરણોનો પ્રયોગ જણાતો નથી.
જન્મી શકે છે નવો વિવાદ
એલજીને લખેલા પત્રમાં આખરે પ્રહલાદ પટેલે લખ્યું છે કે માનનીય મુખ્યપ્રધાન પાસેથી જાણી જોઈને અથવા અજાણતાં આવા કૃત્યની અપેક્ષા ન રાખીને હું આ તરફ તમારું ધ્યાન ઇચ્છું છું. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી કોવિડ મેનેજમેંટના અભાવ, ઓક્સિજનનો અભાવ, રસીનો અભાવ, એવી સ્થિતિમાં દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે યુદ્ધની લડાઇ ચાલી રહી છે, આવી સ્થિતિમાં ત્રિરંગા પર લખાયેલ આ પત્ર નવા વિવાદને જન્મ આપી શકે છે.
આ પણ વાંચો: Video: માત્ર 18 હજારમાં કરી શાહી મુસાફરી, એક માત્ર યાત્રી ભાવેશ માટે ઉડી ફ્લાઈટ, જાણો કારણ