ભાજપે યોજેલા પુલવામાના શહીદોના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં થયું કંઈક એવું કે તમને થશે આવા કેવા પ્રતિનિધિઓ!

દેશભરમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ બીજેપીએ ઠેર ઠેર બે કલાકના શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યુ. કાર્યક્રમમાં સીનિયર નેતાઓ તો ગંભીર જણાયા, પણ કાઉન્સિલર અને સ્થાનિક કાર્યકર્તાઓ જાણે બિલકુલ ગંભીર ન હોય તેમ લાગ્યું. શ્રધ્ધાજલિમાં અનેક નેતાઓ હસી મજાક કરતા દેખાયા. તો સમગ્ર કાર્યક્રમ દરિયાન કેટલાક તો વાતોમાં મશગુલ […]

ભાજપે યોજેલા પુલવામાના શહીદોના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં થયું કંઈક એવું કે તમને થશે આવા કેવા પ્રતિનિધિઓ!
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 18, 2019 | 10:04 AM

દેશભરમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ બીજેપીએ ઠેર ઠેર બે કલાકના શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યુ. કાર્યક્રમમાં સીનિયર નેતાઓ તો ગંભીર જણાયા, પણ કાઉન્સિલર અને સ્થાનિક કાર્યકર્તાઓ જાણે બિલકુલ ગંભીર ન હોય તેમ લાગ્યું.

શ્રધ્ધાજલિમાં અનેક નેતાઓ હસી મજાક કરતા દેખાયા. તો સમગ્ર કાર્યક્રમ દરિયાન કેટલાક તો વાતોમાં મશગુલ જ રહ્યાં. જેના કારણે લાગ્યું કે માત્ર દેખાડા માટે જ ભાજપે અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હોય. એટલે કે શ્રધ્ધાંજલિના કાર્યક્રમ જાણે સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ માટે ટાઇમપાસ બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું.

દેશભરમાં પુલવામાના શહીદોને અશ્રુભીની શ્રધ્ઘાંજલિ અપાઇ રહી છે. દેશ અને વિદેશમાં પણ લોકો પાકિસ્તાન પ્રત્યે નારાજગી અને રોષ વ્યક્ત કરી રહ્યાં છે.

વાત અમદાવાદની કરીએ તો બીજેપીએ ભ્રદ્રકાળી મંદીરની પાછળ અને અપના બજારની વચ્ચે બે કલાકના ધરણાનો કાર્યક્રમ રાખ્યો જેમાં તમામ ધર્મના લોકો પહોંચ્યા. શ્રધ્ધાંજલિ પણ આપી, બીજેપીના સીનિયર નેતાઓમાં પ્રદેશ પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી, ભીખુભાઇ દલસાણીયા, આઇ.કે.જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિતિ રહ્યાં. અહીંયા પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લાગ્યા. પણ કાર્યકર્તાઓ હસતા દેખાયા.

રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન

કેટલાક કાર્યકર્તાઓ તો હાથ તાળી મારતા  દેખાયા. મહિલા કાર્યકર્તાઓ પણ બાકાત ન રહી. તેઓ પણ વચ્ચે વચ્ચે જાણે જોક્સ સાંભળવા બેઠાં હોય તેવા  પૉઝ આપતા રહ્યાં. આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર્સ પણ પહોંચ્યા હતાં. જેઓ પણ શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં પોતાના પર કાબૂ નહોતા રાખી શક્યા.

આ વાત તો થઇ કાર્યકર્તાઓની, પણ હવે વાત કરીએ નેતાઓની.

આમ તો બીજેપીના આ સ્ટેજ ઉપર તમામ સીનિયર નેતાઓની ઉપસ્થિતિ હતી છતાં શહેર પ્રમુખ જગદીશ પંચાલ સતત વાતોમાં વળગ્યા હતા. તેઓ સતત કિરીટ સોલંકી સાથે વાતો કરતા દેખાયા અને વચ્ચે વચ્ચે હસી પણ લેતા હતા. તે સિવાય બાળ અને મહિલા આયોગના ચેર પર્સન જાગૃતિબેન પંડ્યા,  પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જાણે મેળાપનો કાર્યક્રમ હોય તેવી રીતે ગંભીર રેહવાના બદળે હળવા મૂડમાં જોવા મળ્યા. જોકે તમામ સીનિયર નેતાઓ ગંભીર દેખાઈ રહ્યાં હતા.

આમ જે રીતે ભાજપે જવાનોને શ્રધ્ધાંજલિ આપી. તેમાં મોટા નેતાઓ જરુરથી કાર્યક્રમ દરમિયાન શાંત રહ્યાં. તેમના ચહેરાઓ પર શ્રદ્ધાંજલિનો ભાવ દેખાયો. પણ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ જાણે તેને છીછરો બનાવી દીધો.

આવા કાર્યક્રમો દરમિયાન સ્થાનિક નેતાઓએ સંયમ જાળવવાની જરૂર નથી લાગતી? તે જ વાત કાર્યકર્તાઓને પણ લાગૂ પડે છે. આ તમામે એ યાદ રાખવાની જરુર હતી કે આ જવાનો માત્ર આપણા માટે શહીદ થયા છે, આપણી સુરક્ષા માટે શહીદ થયા છે. તેમના પરિવાર જેવું દુઃખ નહીં, પરંતુ બે કલાક શહીદોના માન માટે શાંત રહી શકાય તે સંસ્કૃતિ પણ સ્વચ્છતાની જેમ કેળવવી જોઇએ તેમ ચોક્કસપણે લાગી રહ્યું છે. નહીં તો આવા કાર્યક્રમો શ્રદ્ધાંજલિના નામે માત્ર દેખાડો બની જશે.

[yop_poll id=1563]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">