સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી થતા સૌ પ્રથમ આ કાર્ય કર્યું, હોલમાં મોદી-મોદીના ગુંજ્યા નારા
લોકસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક બહુમત પ્રાપ્ત થઈ છે. ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે. માહિતી પ્રમાણે 30 મેના રોજ શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે. તો બીજી તરફ સંસદીય દળની બેઠક આજે દિલ્હી પાર્લામેન્ટમાં યોજાઈ છે. જેમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના […]
લોકસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક બહુમત પ્રાપ્ત થઈ છે. ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે. માહિતી પ્રમાણે 30 મેના રોજ શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે. તો બીજી તરફ સંસદીય દળની બેઠક આજે દિલ્હી પાર્લામેન્ટમાં યોજાઈ છે. જેમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો.
I thank all the allies and the MPs who have unanimously chosen NDA's leader @narendramodi as the new Prime Minister of the country : #BJP President @AmitShah pic.twitter.com/TuVCm0Q9xp
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2019
તો બીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ 16મી લોકસભાને ભંગ કરી દીધી છે. ત્યારે NDA દ્વારા નવી સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. સંસદના સેન્દ્રલ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સંસદીય દળના તમામ નેતાઓ હાજરીમાં આ ઔપચારીકતા કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીની પંસદગીની બાદ તેમણે મુરલી મનોહર જોષી અને લાલકૃષ્ણ અડવાણીના ચરણ પણ સ્પર્શ કર્યા હતા. તો બીજી તરફ હોલમાં મોદી મોદીના નારા પણ ગુંજી ઉઠ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]