ખેડૂતોના સૌથી વધુ આપઘાતથી પરેશાન દેશના આ રાજ્યના ખેતૂરોમાં હવે પાણીથી ચાલશે ટ્રૅક્ટર, લાખો ખેડૂતોને થશે ફાયદો
દેશમાં સૌથી વધુ ખેડૂત આપઘાતના કિસ્સા ધરાવતા મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી પહેલ કરી છે. TV9 Gujarati Web Stories View more 7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ આજનું રાશિફળ તારીખ : 16-10-2024 વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો! […]
દેશમાં સૌથી વધુ ખેડૂત આપઘાતના કિસ્સા ધરાવતા મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી પહેલ કરી છે.
મહારાષ્ટ્ર સરકાર હવે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા ટ્રૅક્ટરના સ્થાને, પાણીથી ચાલતા ટ્રૅક્ટરની યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજના લાગુ કરવા માચટે રાજ્ય સરકારનો પર્યાવરણ વિભાગ કામ કરી રહ્યો છે. આ યોજનાને લઈને પર્યાવરણ વિભાગે સ્પેનની જિમપેક્સ બાયો-ટેક્નોલૉજી નામની સંસ્થા સાથે કરાર પણ કર્યો છે.
આ કરાર અંગે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે કહ્યું કે આ પહેલથી ખેડૂતોને રાહત મળશે. સાથે જ દુનિયા માટે મહારાષ્ટ્ર રાજ્ય એક દૃષ્ટાંત બનશે. પાણીથી ચાલતા ટ્રૅક્ટરનો ડેમો આગામી થોડાક જ દિવસોમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકેરની હાજરીમાં મુંબઈ આયોજિત થશે. રામદાસ કદમે જણાવ્યું કા રાજ્ય સરકાર તરફથી પ્રથમ પહેલમાં 50 ટ્રૅક્ટરના ઑર્ડર પણ અપાઈ ચુક્યા છે. આ તમામ ટ્રૅક્ટરો રાજ્યમાં આપઘાત કરનાર ખેડૂતોના પરિજનોને આપવામાં આવશે.
પર્યાવરણ વિભાગની આ યોજના અંગે પર્યાવરણ પ્રધાન સંતુષ્ટ છે, કારણ કે આ યોજનાના તાર NASAથી જોડાયેલા એક વૈજ્ઞાનિક સાથે જોડાયેલા છે. આ જ વૈજ્ઞાનિકના રિસર્ચ બાદ રાજ્ય સરકાર આ યોજનાથી પ્રભાવિત થઈ.
રામદાસ કદમના જણાવ્યા મુજબ આ પ્રકારની યોજના હાલમાં સ્પેનમાં લાગુ છે. મહારાષ્ટ્રમાં જો આ યોજના સફળ થશે, તો પર્યાવરણમાં વાયુ પ્રદૂષણ પર પણ લગામ લગાવી શકાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 22 જુદી-જુદી નદીઓને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવવા માટે સ્પેનની જિમપેક્સ બાયોટેક્નોલૉજી સાથે કરાર થયો છે.
[yop_poll id=1649]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]