Gandhinagar : ગૃહ રાજયમંત્રીએ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, અધિકારીઓએ કોલોઓન માટે સમય ન બગાડવો : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય એટલે કે કોલ ઓન આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 3:00 PM

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય એટલે કે કોલ ઓન આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા નહીં આવે તેવો સંકેત આપી દીધો છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતભરના લોકોને વિનંતિ કરી છે કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સોગાદ સાથે આપ અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેકનોલોજિકલ માધ્યમથી આપની ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલા કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું.

પ્રથમ દિવસે તેમણે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે.ડીજીપી આશિષ ભાટીયા સહિત પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. સાથે જ તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આ કોઈ હોદ્દો નથી પણ જવાબદારી છે. અને જવાબદારી સારી રીતે સંભાળવા માટે બુકે કે ભેટ આપવા સમય ન બગાડવા માટે તેમણે અપીલ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે તેમણે પ્રદીપસિંહ જાડેજા પાસેથી સવાલ કલાક સુધી માર્ગદર્શન મેળવ્યું છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">