અમિત શાહનાં મમતા સરકાર પર સીધા પ્રહાર, બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1,TMCની સરકાર જઈ રહી છે

અમિત શાહનાં મમતા સરકાર પર સીધા પ્રહાર, બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1,TMCની સરકાર જઈ રહી છે

પશ્ચિમ બંગાળનાં પ્રવાસે પહોચેલા ગૃહ પ્રધાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક હુમલો કરીને તેમના શાસનમાં બંગાળ કયા સ્તર પર પહોચી ગયું છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે બંગાળમાં જેટલી હિંસાની રીતથી ભાજપનાં કાર્યકરો સાથે કામ લેવામાં આવશે, અમારા કાર્યકરોએ નક્કી કર્યું છે કે તે શાંતી અને લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપશે. બંગાળમાં […]

Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:26 PM

પશ્ચિમ બંગાળનાં પ્રવાસે પહોચેલા ગૃહ પ્રધાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક હુમલો કરીને તેમના શાસનમાં બંગાળ કયા સ્તર પર પહોચી ગયું છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે બંગાળમાં જેટલી હિંસાની રીતથી ભાજપનાં કાર્યકરો સાથે કામ લેવામાં આવશે, અમારા કાર્યકરોએ નક્કી કર્યું છે કે તે શાંતી અને લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપશે.

બંગાળમાં રાજનીતિ ચરમસીમા પર 

તેમણે જણાવ્યું કે બંગાળમાં રાજકીય હત્યાનો સિલસિલો યથાવત છે અને ભાજપનાં 300 જેટલા કાર્યકરોની હત્યા કરી નાખવામાં આવી છે. આ હત્યાને લઈને તપાસમાં પણ કઈ ખાસ પ્રોગ્રેસ દેખાઈ નથી રહ્યો.

સોનાર બાંગલા

તેમણે વડાપ્રધાન મોદીનાં પૂર્વોદય મિશનને સહકાર આપવા માટે અપીલ કરી હતી અને કહ્યું કે અને ફરી એકવાપ સોનાર બાંગલા તરફ આગળ વધીશું.

ભ્રષ્ટાચારમાં બંગાળ નંબર-1

તેમણે ક્હ્યું કે કુદરતી આપત્તી સમયે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા નાંણાનો દુરઉપયોગ થયો છે અને તેમાં પોતાનાજ લોકો સામેલ છે એટલે દીદી CAGની તપાસથી ભાગી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati