કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પીએમ મોદીને પત્ર, કોરોના વિરુદ્ધ જંગ માટે આપ્યા 6 સૂચન

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વિપક્ષી નેતા Mallikarjun Kharge એ  દેશમાં કોરોના વાયરસ સંકટ અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે. મલ્લિકાર્જુન  ખડગે  વડાપ્રધાનને લખેલા પત્રમાં છ સૂચનો પણ આપ્યા છે. આ સાથે ખડગે પત્રમાં કેન્દ્ર સરકારને સર્વપક્ષીય બેઠક અને સંસદની સ્થાયી સમિતિઓની વર્ચુઅલ બેઠક બોલાવવા માંગ કરી છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પીએમ મોદીને પત્ર, કોરોના વિરુદ્ધ જંગ માટે આપ્યા 6 સૂચન
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પીએમ મોદીને પત્ર
Chandrakant Kanoja

|

May 09, 2021 | 8:49 PM

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વિપક્ષી નેતા Mallikarjun Kharge એ  દેશમાં કોરોના વાયરસ સંકટ અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે. મલ્લિકાર્જુન  ખડગે  વડાપ્રધાનને લખેલા પત્રમાં છ સૂચનો પણ આપ્યા છે. આ સાથે ખડગે પત્રમાં કેન્દ્ર સરકારને સર્વપક્ષીય બેઠક અને સંસદની સ્થાયી સમિતિઓની વર્ચુઅલ બેઠક બોલાવવા માંગ કરી છે.

Mallikarjun Kharge એ  મોદી સરકારને સૂચન આપ્યું હતું કે દેશના તમામ નાગરિકોને વિના મૂલ્યે કોરોના રસી સુનિશ્ચિત કરવા માટે  કેન્દ્રિય બજેટમાં ફાળવવામાં આવેલા રૂ .35000 કરોડનો ઉપયોગ કરવો જોઇએ. આ સાથે રસીનું ઉત્પાદન વધારવા માટે ફરજિયાત લાઇસન્સ છૂટછાટ સાથે દૂર કરવા જોઇએ.

આ ઉપરાંત તેમણે  મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) નો વિસ્તાર 200 દિવસ સુધી કરવાનું સૂચન કર્યું હતું.તેમણે કોરોના બચાવ  સામગ્રીના વિતરણને ઝડપી બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે  સરકારે જરૂરી તબીબી ઉપકરણો અને  રસી પરથી  5 ટકા, પીપીઈ કિટ્સ પર  5 થી 12 ટકા, એમ્બ્યુલન્સ પર 28 ટકા અને ઓક્સિજન પર 12 ટકા ટેક્સ હટાવવો જોઇએ.

આ પૂર્વે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક સર્વદળીય બેઠક અને આરોગ્ય પર સંસદની સ્થાયી સમિતિની બેઠક બોલાવવાની પણ માંગ કરી છે.

Mallikarjun Kharge એ આ સૂચન કર્યા 

1   સામાન્ય બજેટમાં કોરોના વાયરસ રોગચાળા માટે ફાળવેલ 35000 કરોડ રૂપિયાનો ઉપયોગ લોકોને વિના મૂલ્યે રસી માટે  કરવો જોઈએ.

2  કોરોનાને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ અને સંસદની કાયમી સમિતિઓની પણ વર્ચુઅલ રીતે બેઠક થવી જોઈએ. 3  જીવન રક્ષક દવાઓ, તબીબી પુરવઠો અને રસી ઉપરનો જીએસટી, રસીના ઉત્પાદનમાં વધારો કરવા ફરજિયાત લાઇસન્સ છૂટછાટ સાથે દૂર કરવા જોઈએ.

4  મનરેગા હેઠળ રોજગાર 200 દિવસ વધારવો જોઈએ. જેથી શહેરથી ગામડાઓ જતા લોકોને રહેવા માટે મદદ મળી રહે. 5 વિદેશથી આવતા તબીબી સંબંધિત રાહત સામગ્રીના વિતરણને વેગ આપો. શક્ય તેટલી વહેલી તકે રાજ્યોમાં પહોંચાડો

6  તેમજ સરકારે  કોરોના વાયરસ સામેની જંગમા  સામૂહિક તાકાતનો લાભ ઉઠાવવો જોઈએ.પ્રધાનમંત્રી કાર્યાલય કોરોના જેવા રોગચાળા સાથે એકલા હાથે કામ        કરી શકશે નહીં. તમામ સ્રોતોનો ઉપયોગ સામૂહિક રીતે થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે,  ભારતમાં કોરોના વાયરસના ચેપના 4,03,738 નવા કેસો આવ્યા પછી દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રવિવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં વધુ 4,092 દર્દીઓનાં મોત પછી કુલ મૃત્યુઆંક 2,42,362 પર પહોંચી ગયો છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સતત વધીને, 37,36,64,88 થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસોના 1.76 ટકા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati