ચાલબાઝ ચીને કેમ કરી ગલવાન ઘાટીમાં ઘુસણખોરી? એવી તે કઈ વસ્તુ ગલવાનની ઘાટીમાં છે કે જેને માટે ચીન કરી રહ્યું છે ઉધામા, વાંચો આ વિશેષ અહેવાલ

સુપ્રીમ કોર્ટનાં રીટાયર્ડ જજ અને પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં માજી ચેરમેન મારકન્ડેય કાટ્જુ દ્વારા તાજેતરમાં એક લેખ લખીને જણાવવામાં આવ્યું હતું કે ચીન ખુબજ સાવધાની પૂર્વક આગળ વધી રહ્યું છે તે માટો પ્રમાણમાં આર્થિક પાસાને ઉપયોગમાં લે છે અને સેનાની તાકાતનો ઓછો ઉપયોગ કરે છે. વચ્ચે વચ્ચે તે સેનાનો પણ ઉપયોગ કરી લે છે, ચીને […]

ચાલબાઝ ચીને કેમ કરી ગલવાન ઘાટીમાં ઘુસણખોરી? એવી તે કઈ વસ્તુ ગલવાનની ઘાટીમાં છે કે જેને માટે ચીન કરી રહ્યું છે ઉધામા, વાંચો આ વિશેષ અહેવાલ
http://tv9gujarati.in/chalbaaz-chin-e-…-ma-ghusan-khori/
Follow Us:
| Updated on: Jun 25, 2020 | 10:50 AM

સુપ્રીમ કોર્ટનાં રીટાયર્ડ જજ અને પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં માજી ચેરમેન મારકન્ડેય કાટ્જુ દ્વારા તાજેતરમાં એક લેખ લખીને જણાવવામાં આવ્યું હતું કે ચીન ખુબજ સાવધાની પૂર્વક આગળ વધી રહ્યું છે તે માટો પ્રમાણમાં આર્થિક પાસાને ઉપયોગમાં લે છે અને સેનાની તાકાતનો ઓછો ઉપયોગ કરે છે. વચ્ચે વચ્ચે તે સેનાનો પણ ઉપયોગ કરી લે છે, ચીને એક મોટા પાયા પર સેનાનું નિર્માણ પણ કરી લીધુ છે.  લદ્દાખમાં બનેલી ઘટના અંગે રોજ અલગ અલગ વાત સામે આવે છે, વડાપ્રધાને શરૂઆતમાં કીધું કે ભારતીય ક્ષેત્રમાં કોઈ ઘુસણખોરી નથી થઈ, પરંતુ ઘાટીનાં સંબંધમાં નિર્વિવાદ તથ્ય સામે આવ્યા બાદ તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. જો કે ચીની સેના ગલવાન ઘાટી, પાંગોંગ ત્સો, હોટ સ્પ્રિંગ્સ વિસ્તારોમાં ઘુસી આવ્યા છે અને તે કહી રહ્યા છે કે આ વિસ્તાર તેમનાં છે.

           આખરે સચ્ચાઈ શું છે? તો, ચીને પોતાનાં દેશમાં એક મોટા પાયા પર ઔદ્યોગિક આધાર બનાવી લીધો છે. પોતાવી વિશાળ 3.2 ટ્રિલિયન ડોલર વિદેશી ભંડોળની સાથે તે કાચા માલ માટે અને સસ્તા અને લાભપ્રદ રોકાણ માટે નવા રસ્તા શોધી રહ્યું છે કે જેવી રીતે સામ્રાજ્યવાદી દેશ કરતા રહે છે. તીબેટ અને લદ્દાખ જેવા વિસ્તારો પર્વતીય ભૂમિ છે અને સાઈબેરીયાની જેમ જ ઉજ્જડ દેખાય છે પરંતુ સાઈબેરીયાની જેમજ તે અમૂલ્ય ખનીજો અને પ્રાકૃતિક ભંડારોથી ભરાયેલા છે. આજ કારણ છે કે ચીને તિબેટ અને લદ્દાખનાં અમુક હિસ્સા પર કબજો જમાવી લીધો છે. 1960નાં દશકમાં અક્સાઈ ચીન પર તો તેમણે કબજો કરી જ લીધો છે અને સલામી રણનીતિ મુજબ ગલવાન ઘાટી, પૈગોંગ ત્સો, હોટ સ્પ્રિંગ્સ અને લદ્દાખનાં કેટલાક વિસ્તારો પર પણ કબજો કરી લીધો છે. આ વિસ્તારમાં મૂલ્યવાન ખનીજ છે કે જેની ચીનનાં વધતા ઉદ્યોગો માટે ખુબજ જરૂર છે અને આ જ કારણ તમામની હાલની સ્થિતિને ઉભી કરવા માટે કારણભૂત છે.

            તમામે એક વાત સ્પષ્ટરૂપે સજવી જોઈએ કે રાજકારણ કેન્દ્રીત અર્થશાસ્ત્ર છે અને એટલા માટે જ રાજનીતિને સમજવા માટે તેની પાછળું અર્થશાસ્ત્ર પણ સમજવું જરૂરી છે. અર્થશાસ્ત્રનાં અમુક કાયદા લોખંડ જેવા નક્કર છે અને તે કોઈ પણ વ્યક્તિની ઈચ્છાનાં પ્રભાવથી સ્વતંત્ર કામ કરે છે. ઉદાહરણ તરીકે અંગ્રેજો એ ભારતને કેમ જીત્યું? કોઈ પીકનીક માટે નહી પરંતુ અહીં ઉદ્યોગોનાં વિસ્તરણ માટે, કાચા માલ માટે અને સસ્તા શ્રમ માટે.બાકી તો ભારતનું ગરમ હવામાન તેમને ક્યારેય માફક નથી આવ્યું. આજ પ્રકારે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ શું હતું? દુનિયામાં આર્થિક રોકાણ જ્યા પણ થાય તે દેશને આર્થિક રીતે ગુલામ બનાવવો. બ્રિટેન અને ફ્રાન્સે તો પહેલા જ ઔદ્યોગિકરણ કરી લીધુું હતું તો મોટાભાગનાં પછાત દેશોને આર્થિક ગુલામ, અને પોતાના સસ્તા કાચા માલ, સસ્તા શ્રમ માટેનો સ્ત્રોત બનાવી લીધો હતો. ત્યાર બાદ જર્મનીનાં ઔદ્યોગિકરણનો દોર શરૂ થયો અને તેણે જલ્દીથી બ્રિટિશ અને ફ્રાન્સને ટક્કર આપવાની શરૂઆત કરી ત્યાર બાદ જર્મનો એ પણ આર્થિક ભાગ વધારે માગવાની શરૂઆત કરી જેની સામે બ્રિટિશ અને ફ્રાસં તૈયાર ન થતા તેના પરિણામ સ્વરૂપે યુદ્ધ થયું. જાપાને ચીન અને અન્ય દેશો પર આક્રમણ કેમ કર્યું ? પોતાના વધતા ઉદ્યોગો માટે કાચો માલ અને બજાર પ્રાપ્ત કરવાનાં ઉદ્દેશ થી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

                 આ જ રીતે ચીનને પણ પોતાના ઔદ્યોગિક આધારને બનાવવા માટે બજાર અને કાચા માલની જરૂર છે અને તેણે પોતાને વિસ્તારવાદી બનાવી લીધુ. એમણે એશિયા , આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ત્યાં સુધી કે વિકસિત દેશમાં પણ પ્રવેશ કરી લીધો છે. ભવિષ્યમાં પણ તે લદ્દાખ અને ભારતીય ક્ષેત્રનાં હિસ્સાઓ પર થોડો થોડો કબજો કરતા રહેશે. 22 જૂનનાં રોજ ભારતીય સેનાનાં લેફ્ટેનન્ટ જનરલ અને ચીની સેનાનાં મેજર જનરલ વચ્ચે વાતચીત થઈ જેમાં આપણી સેના દ્વારા ચીની સૈનિકોને 2 કિલોમીટર પાછળ જતા રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તકલીફ એ છે કે ચીનીઓ એ કોઈ દિવસ LACને માની જ નથી અને અગર તે માની પણ લે છે તો તેની વિસ્તારવાદી પ્રવૃતિઓ પર રોક લાગી શકે છે.

            ઉપર લખવામાં અને સમજાવવામાં આવેલી વાતોને જોતા એ સમજવું મુશ્કેલ નથી કે ચીન ભારતની કોઈ પણ માગનું પાલન કરશે. સંભાવનાઓ એ વધારે છે કે ભવિષ્યમાં પણ ચીન ધીરે ધીરે કરીને આપણી સીમામાં પગપેસારો કરતું રહેશે. હવે સમય આવી ગયો છે કે આપમા નેતાઓને એ અહેસાસ થાય અને અમેરિકા જેવા અન્ય દેશો સાથે હાથ મેળવીને ચીની વિસ્તારવાદી સામ્રાજ્ય સામે ઉભા થાય, બિલકુલ એ રીતે કે જેમ રશિયા, અમેરિકા અને બ્રિટેન જેવા દેશો હિટલર સામે ઉભા થયા હતા અને સંયુક્ત મોર્ચાનું નિર્માણ કર્યુ હતું. આજ એક રસ્તો છે આપણી અને દુનિયાનાં બાકીનાં ભાગનાં હિસ્સા પર ચીનનાં વર્ચસ્વને રોકવા માટે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">