30મેના રોજ યોજાનારા PM મોદીના શપથ સમારોહમાં આ દેશના પ્રમુખોની હાજરી રહેશે, જાણો કાર્યક્રમમાં શું ખાસ હશે
લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતી બાદ નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. તો 2014માં નરેન્દ્ર મોદીના શપથ દરમિયાન ભૂટાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે 2019માં યોજાનારા શપથમાં BIMSTECના પ્રમુખ નેતાઓની હાજરી રહેશે. આ સમૂહમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન અને ભારત BIMSTECના સદસ્ય છે. આ પણ વાંચોઃ રોચક […]
લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતી બાદ નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. તો 2014માં નરેન્દ્ર મોદીના શપથ દરમિયાન ભૂટાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે 2019માં યોજાનારા શપથમાં BIMSTECના પ્રમુખ નેતાઓની હાજરી રહેશે. આ સમૂહમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન અને ભારત BIMSTECના સદસ્ય છે.
આ પણ વાંચોઃ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
30 મે 2019ના દિવસે નરેન્દ્ર મોદી સહિત મંત્રી પરિષદના અન્ય સદસ્યોને ગોપનિયતાની શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવ અશોક મલિકે આ અંગેની જાહેરાત કરી હતી.
શું છે BIMSTEC
બંગાળની ખાડીની આસપાસના દેશોનું એક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને આર્થિક સહયોગી સંગઠન છે. જેમાં બાંગ્લાદેશ, ભારત, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ સહિત 7 દેશ જોડાયેલા છે. જેનું મુખ્યકેન્દ્ર ઢાકા બાંગ્લાદેશમાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]