Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા

અંકલેશ્વર શહેર કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(JIgnesh Mevani Arrest)ની ધરપકડ સામે નારાજગી વ્યક્ત કરી હતી તો આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા
ધગધગતા તાપમાં પણ રાજકીય પાર્ટીના કાર્યક્રમો યોજાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 2:27 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)નજીક આવતા રાજકીય પાર્ટીઓ પ્રજાની નજીક અને પ્રજાની વચ્ચે રહેવા મહત્તમ પ્રયાસ કરી રહી છે. આજે અંકલેશ્વરમાં ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress) બંને પક્ષ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 42 ડિગ્રી તાપમાનની પરવાહ કાર્ય વગર રાજકીય પાર્ટીના કાર્યકરો કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાયા હતા. અંકલેશ્વર શહેર કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(JIgnesh Mevani Arrest)ની ધરપકડ સામે નારાજગી વ્યક્ત કરી હતી તો આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.બાઈક યાત્રા અંકલેશ્વર(Ankleshwar) શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા.

cong 1

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું

આજરોજ તા.૨૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ અંકલેશ્વર રેલવેસ્ટેશન સ્થિત ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથકોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગાની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ ધરપકડણે ગેરબંધારણીય ગણાવી તેના વિરોધમાં મોટી સંખ્યામાં યુવા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા કૉંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત યાત્રાનું સ્વાગત કરાયું

કોંગ્રેસના વિરોધના સુર વચ્ચે ભાજપ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આજે બાઈક યાત્રા અંકલેશ્વર શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને પાલિકા કારોબારી સમિતિ ચેરમેન સંદીપ પટેલ સહીત મોટી સઁખ્યામા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા 18 માં દિવસે અંકલેશ્વર પ્રવેશ કરતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે બાઈક યાત્રા ભરૂચના ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે આવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા,મુખ્ય નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત જીલ્લાના આગેવાનો દ્વારા યાત્રાના સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું  યાત્રા જ્યોતિ નગર થઈ શહેર કસક,રેલવે સ્ટેશન થઈ પાંચબત્તી થઈ વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ શક્તિનાથ ખાતે પહોંચતા જાહેરસભા યોજાઈ હતી.જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટનું યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો :  મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

આ પણ વાંચો :  Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

g clip-path="url(#clip0_868_265)">