Gujarat Assembly Election 2022 : ગાંધીનગરમાં CM નિવાસસ્થાને પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળી

Gujarat Assembly Election 2022 : ગાંધીનગરમાં CM નિવાસસ્થાને પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:58 PM

ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર કમલમમાં તેમણે ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી. મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા સાથે ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ

ગુજરાતમાં  ભાજપે વિધાનસભા ચૂંટણીની(Gujarat Assembly Election 2022)  તૈયારીઓ આરંભી છે. જેના ભાગરૂપે ભાજપના(BJP) પ્રભારી ભૂપેન્દ્ર યાદવ(Bhupendra Yadav)  રાજ્યના પ્રવાસે છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં CM નિવાસસ્થાને ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં સત્તા પક્ષ અને સંગઠનના ટોચના હોદ્દેદારોએ લાંબી ચર્ચા-વિચારણા કરી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના તમામ પ્રધાનો, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ભાજપના ટોચના આગેવાનોની બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ મુદ્દે વ્યાપક મંથન કરવામાં આવ્યું. ગુજરાતની પ્રજાને મળતા સરકારી લાભ અને પ્રજાની આશા-અપેક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પૂર્વે ભાજપ પ્રભારી ભુપેન્દ્ર  યાદવે આજે ગાંધીનગર કમલમમાં તેમણે ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી. મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા સાથે ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ. સાથે જ હાલ ગુજરાતમાં ચાલી રહેલી ભાજપ પક્ષની ચૂંટણીલક્ષી કામગીરી પર પણ તેમણે સમીક્ષા કરી. ભૂપેન્દ્ર યાદવે કમલમ ખાતે એક બેઠક યોજી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરી પર માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ સરકાર અને સંગઠનના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો :  ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો

આ પણ વાંચો : કચ્છ : ઉનાળાના પ્રારંભે જ મોટાભાગના ડેમો તળિયા જાટક, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published on: Apr 22, 2022 06:39 PM
g clip-path="url(#clip0_868_265)">