Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે સેહવાગની બેટિંગ સ્ટાઇલમાં શરુ કરી તૈયારીઓ, BJP પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ કરી રહ્યા છે બેઠક પર બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) સંદર્ભે કમલમ ખાતે ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) ભાજપ (BJP)હોદ્દેદારો સાથે બેઠકો કરવાનું શરુ કરી દીધુ છે. મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા સાથે ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી.
વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપે કવાયત તેજ કરી દીધી છે. ભાજપના (BJP) ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે આ કારણ જ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમણે કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો અને મોરચા પ્રમુખો સાથે બેઠક યોજી. ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ ખાતે તેમણે ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી.આ બેઠકમાં ભાજપના 30થી વધુ હોદ્દેદારો સામેલ છે. ત્યારે બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળ સાથે આગામી ચૂંટણી અંગેનું મંથન કરવામાં આવ્યુ. ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે કમલમ ખાતે ભૂપેન્દ્ર યાદવે ભાજપ હોદ્દેદારો સાથે બેઠકો કરવાનું શરુ કરી દીધુ છે. ભુપેન્દ્ર યાદવ આજે ગાંધીનગર કમલમમાં તેમણે ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી. મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા સાથે ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ. સાથે જ હાલ ગુજરાતમાં ચાલી રહેલી ભાજપ પક્ષની ચૂંટણીલક્ષી કામગીરી પર પણ તેમણે સમીક્ષા કરી. ભૂપેન્દ્ર યાદવે કમલમ ખાતે એક બેઠક યોજી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરી પર માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ સરકાર અને સંગઠનના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
ભુપેન્દ્ર યાદવને સફળ સંગઠનના સફળ રણનિતિકાર તરીકે જોવામાં આવે છે, 2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતા તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપના વિરોધમાં હતા. તે સમયે ભાજપ સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી, તેવા સંજોગોમાં ભુપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જીત માટે જુસ્સો ભર્યો.
બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ રણનીતિને મજબુત કરી હતી. તે સમયે પાટીદાર અનામત આંદોલનની અસર ભાજપને કઇ રીતે ઓછી થાય તે માટે રણનીતિ ઘડી હતી. પાટીદાર આંદોલનની આગેવાની કરતા અનેક નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડ્યા અને પાટીદાર સમાજના આગેવાનોને સાથે બેઠક કરી હતી અને ભાજપને હારતા હરતા જીત તરફ વાળી લીધી હતી. 2017માં ભાજપને જીત અપવવામાં તેમની રણનીતિ કારગર નિવડી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો