મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો
જિપ્સમના દલાલ ભીમસીંગ સોરેન ઉર્ફે ભીખો ૮-૯ મહિનાથી અપૂર્વના સંપર્કમાં હતો. સમયાંતરે ભીમસીંગ રો મટીરીયલ બતાવતો પણ તેની ગુણવત્તા ખુબજ ખરાવ રહેતી હોવાથી બંને વચ્ચે ક્યારેય ડીલ શક્ય બની ન હતી.
મુંબઈ(Mumbai)ના ઉદ્યોગકારોને જિપ્સમની ડીલ(gypsum deal) કરવાના બહાને ભરૂચ(Bharuch)માં બોલાવી તેનું અપહરણ કરી હરિયાણાની ટોળકીએ 15 લાખ રૂપિયાની ખંડણી અને લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અપહૃતના નિવેદનના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બંદૂકની નોક ઉપર અપહરણ કરનાર ગુનેગારોએ પોલીસના ડર વગર બિન્દાસ્તરીતે અપહૃતના પરિચિત પાસેથી , બેન્ક ટ્રાન્સફર અને ATM માંથી પૈસા મેળવ્યા હતા. પોલીસે એક શકમંદની અટકાયત કરી પૂછપરછ હોવાની માહિતી મળી રહી છે જોકે હજુ પોલીસે મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મુંબઈના ઉદ્યોગપતિ અપૂર્વ શાહ જિપ્સમના વેપાર સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ક્ષેત્રમાં રો મટીરીયલની અછત હોવાથી મોટાભાગે કાચા માલ માટે સ્થાનિક દલાલો ઉપર આધાર રાખવો પડે છે. જિપ્સમના દલાલ ભીમસીંગ સોરેન ઉર્ફે ભીખો ૮-૯ મહિનાથી અપૂર્વના સંપર્કમાં હતો. સમયાંતરે ભીમસીંગ રો મટીરીયલ બતાવતો પણ તેની ગુણવત્તા ખુબજ ખરાવ રહેતી હોવાથી બંને વચ્ચે ક્યારેય ડીલ શક્ય બની ન હતી.
ગત ૧૧ એપ્રિલથી ભીમસીંગ સતત અપૂર્વના પાછળ પડી ગયો હતો અને ખુબજ સારી ગુણવત્તાનો માલ માટે વિશ્વાસ અપાવતો રહ્યો હતો. સતત બે દિવસના કોલ બાદ અપૂર્વએ વડોદરા ખાતે રો મટીરીયલ જોવા નક્કી કર્યું હતું. ૧૩ એપ્રિલે અપૂર્વ પોતાની ક્રેટા કાર લઈ નર્મદા ચોકડી પહોંચ્યા હતા. અહીં ભીમસીંગ અને તેનો અન્ય એક સાથી અપૂર્વનો ઇંતેજાર કરી રહ્યા હતા. ત્રણેય કારમાં વડોદરા જવા નીકળ્યા હતા જ્યાં કરજણ નજીક લઘુશંકાના બહાને કાર અટકાવી ભીમસીંગ ઉતાર્યો હતો જેણે કાર ચલાવી અપૂર્વને આરામ કરવા કહી ડરાયવિંગ સીટ ઉપર બેસી ગયો હતો.
અહીંથી ભીમસિંગના ખરાબ માનસૂબાઓ અંજામ પામતા દેખાવા લાગ્યા હતા. નજીકમાં એક બોલેરો કાર આવી ઉભી રહી હતી . અપૂર્વ કઈ સમજે તે પૂર્વે ભીમસિંગના સાગરીતે તમંચો કાઢી અપૂર્વના પેટ પાસે અડાવી દઈ પાછળની સીટ ઉપર આવવા જણાવી દીધું હતું. બોલેરોમાંથી બે શકશો આવી અપૂર્વની આસપાસ બેસી ગયા હતા અને બે કાર પોર નજીક એક અવાવરું વિસ્તારમાં પહોંચી હતી.
ટોળકીએ હવે અપૂર્વને માર મારવાનું શરૂ કરી તેની હીરાની અંગૂઠી અને ચેઇન કાઢી લઈ જીવતા ઘરે જવું હોય તો ૫ લાખની વ્યવસ્થા કરવા કહ્યું હતું. મિત્રોનો સંપર્ક કરી અપૂર્વએ મુંબઈના એક મિત્ર પાસેથી અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર મંગાવી આપ્યા હતા પણ હવે ટોળકીની વધુ લાલચ જાગી હતી. મારી નાખવાની ધમકીઓ આપતા પાનોલીના સિમેન્ટ વેપારી પાસે વધુ ૩.૬૬ લાખ અપાવ્યા હતા જે પણ ભીમાના સાગરીત જાતે જઈ લઇ આવ્યા હતા. આટલા પૈસા અપૂરતા ન હોવાનું કહી વધુ માર મારી અન્ય એક મિત્ર પાસેથી ૭ લાખ પણ લઇ લેવાયા હતા. હવે ટોળકીએ અપૂર્વને બાંધી દઈ તેના પાસેના કાર્ડ લઈ તેનાથી ATM માંથી પૈસા ઉપાડી ફરાર થઇ ગયા હતા
એકાદ કલાકની જહેમત અપૂર્વ શાહ છૂટ્યા હતા જેમણે સવારે ઘરે પહોંચી પરિવારને જાણ કરતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિઝન પોલીસે આગળની તાપસ હાથ ધરી લૂંટારુઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરખાનું બનાવી દારૂની ખેપ મારવાના પ્રયાસને નિષ્ફ્ળ બનાવ્યો, જુઓ વિડીયો
આ પણ વાંચો : Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો