ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્નારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં પછી મોટું ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપના ટોચના નેતૃત્વએ આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ હમલા કરી રહી છે. કોંગ્રેસે તો સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં બાપૂનો ફોટો લગાવીને પણ ભાજપને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. ત્યારે ઉદ્યોગપતિ આનંદ […]

Kunjan Shukal

|

May 18, 2019 | 4:21 AM

ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્નારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં પછી મોટું ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપના ટોચના નેતૃત્વએ આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ હમલા કરી રહી છે.

કોંગ્રેસે તો સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં બાપૂનો ફોટો લગાવીને પણ ભાજપને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. ત્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવા પર આલોચના કરી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે 75 વર્ષથી ભારત મહાત્માની ભૂમિ રહી છે. તે એક મશાલની જેમ છે. દુનિયાએ જ્યારે તેમની નૈતિકતા ખોઈ હતી, આપણને ગરીબીમાં ધકેલી દીધા હતા, ત્યારે પણ આપણે અમીર હતા કારણ કે આપણી પાસે બાપૂ હતા.

તેમને દુનિયાભરમાં અરબો લોકોને પ્રેરિત કર્યા. તેમને કહ્યું કે ઘણી વસ્તુઓને હંમેશા પવિત્ર રાખવી જોઈએ નહિ તો આપણને પ્રેરિત કરવાવાળી કે વિશ્વાસ આપવાવાળીી મૂર્તિઓને તબાહ કરીને એક દિવસ તાલિબાન બની જઈશું. આ ટ્વિટને થોડા કલાકોમાં જ 6 હજારથી વધારે વખત રિટ્વિટ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં પ્રચાર માટે કોણે કર્યો કેટલો ખર્ચ, ચૂંટણી પંચ રાખી રહ્યું છે તેની પર નજર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati