Amreli : ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી

Amreli : રાજ્યના ગૃહવિભાગે ASP અભય સોનીની ગાંધીનગર બદલી કરી.

| Updated on: Apr 04, 2021 | 9:06 PM

Amreli : અમરેલીમાં પોલીસે ભાજપના બે કાર્યકરોને ફટકારતા મામલો બિચક્યો હતો અને પોલીસ વિરુદ્ધ રાજકારણનો મુદ્દો બની ગયો હતો.કોરોના રસીકરણનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસે ભાજપ કાર્યકરોને માર માર્યો હોવાનો આક્ષેપ કરીને દિલીપ સાંધાણીએ જવાબદાર પોલીસ સામે પગલા ભરવા માંગ કરી હતી. દિલીપ સંઘણીની રજૂઆતના પગલે આખરે પોલીસ અધિકારીની બદલી કરાઈ છે.

ASP અભય સોનીની ગાંધીનગર બદલી
Amreli માં ભાજપ કાર્યકરોને માર મારવાની ઘટનામાં જેમના પર આરોપ લાગ્યા હતા તે પોલીસ અધિકારી ASP અભય સોની વિરૂદ્ધ કડક પગલા લેવા માટે ભાજપના જ મોટા નેતા દિલીપ સંઘાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. આખરે સરકાર અને સંગઠન વચ્ચેનો મામલો થાળે પાડવા રાજ્યના ગૃહવિભાગે ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી કરી દીધી છે.

શું ઘટી હતી સમગ્ર ઘટના ?
રસીકરણના કાર્યક્રમ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ Amreli માં આવવાના હતા. જેના માટે અમરેલી ભાજપ દ્વારા કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી હતી . જેમાં ભાજપના બે કાર્યકરોને પોલીસે માર મારતા બન્ને કાર્યકરોએ અમરેલી ભાજપના મોટા માથાઓને, પોલીસે માર્યા હોવાની જાણ કરી હતી. અને બન્ને કાર્યકરો સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા.

કાર્યકરો માટે દિલીપ સંઘાણી ઉતર્યા મેદાને
આ સમગ્ર ઘટના બાદ કાર્યકરોનો પોલીસ સામે ગુસ્સો જોઈને નેતાઓએ પણ પોલીસની કામગીરીની આકટી ટીકા કરી હતી. અમરેલીના પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ ASP અભય સોની સામે આક્ષેપ કરતા ત્યા સુધી કહ્યું કે કોરોના સામેની રસીકરણના કાર્યક્રમને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા માટે પોલીસે આ પ્રકારે રસીકરણના કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરોને માર માર્યો છે. સંઘાણીએ આ ઘટનામાં જવાબદાર જે કોઈ પોલીસ અધિકારી હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દિલીપ સંઘાણી ઉપરાંત સંસદસભ્ય નારાયણ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે સીવીલ હોસ્પિટલ પહોચીને ઉશ્કેરાયેલા ભાજપના અન્ય કાર્યકરોને ઠંડા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં આજે વેક્સિનેશનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, અમારો મુખ્ય હેતુ સેવાનો હતો. જેથી અમે સેવાના બદલે કાર્યકર્તાઓ આંદોલનના માર્ગે ના ચડે તે માટે શાંત રહ્યા. દિલીપ સંઘાણીએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે બાદ સરકારે સંબંધિત પોલીસ અધિકારીની ગાંધીનગર બદલી કરી છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">