AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ્પેશ ઠાકોર મોટા નેતા બનશે કે સમાજની સેવા કરશે? એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે કરી દીધી જાહેરાત

 કોંગ્રેસની ચાલુ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં અપાઈ તેવી જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ મને રાષ્ટ્રીય નેતા બનવાના કોઈ અભરખા નથી ,મારે તો ગુજરાતના મારા સમાજના લોકોની સેવા કરવી છે’ TV9 Gujarati ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે આણંદ જીલ્લાના જુદા જુદા તાલુકામાં એકતા યાત્રા […]

અલ્પેશ ઠાકોર મોટા નેતા બનશે કે સમાજની સેવા કરશે? એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે કરી દીધી જાહેરાત
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 10, 2019 | 10:34 AM
Share

 કોંગ્રેસની ચાલુ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં અપાઈ તેવી જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ મને રાષ્ટ્રીય નેતા બનવાના કોઈ અભરખા નથી ,મારે તો ગુજરાતના મારા સમાજના લોકોની સેવા કરવી છે’

ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે આણંદ જીલ્લાના જુદા જુદા તાલુકામાં એકતા યાત્રા પસાર થતી હતી જેમાં ઠેર ઠેર  ઠેર અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામેથી શરુ કરવામાં આવેલી અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આણંદ જીલ્લાના ઉમરેઠ ,આણંદ ,પેટલાદ ,ખંભાત ,બોરસદ ,આંકલાવ ,તાલુકાના ૪૦ ગામોમાંથી પસાર થવાની છે.  અલ્પેશ ઠાકોરે ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી,જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો ચુંટણી નહિ લડી શકે તેના પર મોટું નિવેદન આપ્યું  હતું. અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં  આવી કોઈ ગાઈડ લાઈન નથી અને વાત તો ત્યાં સુધી જ છે કે રાજ્યના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના  વિરોધપક્ષના નેતા જ લોકસભાની  ચુંટણી નહિ લડે તેવી વાત છે અંતે લોકસભાની ચુંટણીમાં  કોણ લડશે અને કોણ નહિ લડે તે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કરવાનું છે. જો કોંગ્રેસ પાર્ટીને  લાગે કે આ વ્યક્તિ પાર્ટીને આગળ લઇ જઈ શકે છે તે નિર્ણય પાર્ટીએ કરવાનો છે.

જેથી એક વાત તો સ્પષ્ટ જાય છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર પોતાની જાતને કદાવર નેતા માનવા લાગ્યા છે અને ભલે કેમેરા સામે ખોખારીને બોલવા તેયાર ન હોય પણ અલ્પેશ ઠાકોરને લોકસભાની ચુંટણી લડવાના પુરા ઓરતા છે ,જોકે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવશે? અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી રાજીનામું આપીને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાશે કે નહિ ? જો ભાજપમાં જોડાશે તો લોકસભા ચુંટણીમાં ભાજપ અલ્પેશને મેદાનમાં ઉતારશે કે કેમ તે તો આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

[yop_poll id=1276]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">