
વજન વધવું : ડૉ.સલોની કહે છે કે જો કોઈ આનુવંશિક રોગ ન હોય અને ખાવાની ટેવ પણ ખરાબ ન હોય પરંતુ તેમ છતાં વજન સતત વધી રહ્યું હોય તો તે PCOD રોગનું મુખ્ય લક્ષણ છે. હવે આ સમસ્યા 18 થી 25 વર્ષની વયજૂથમાં પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તેની અવગણના ન કરવી જોઈએ.

PCOD માટેના ટેસ્ટ શું છે? : આ રોગ પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોનલ પરીક્ષણો અને શારીરિક તપાસ દ્વારા શોધી કાઢવામાં આવે છે. જો સ્ત્રીના અંડાશયમાં સિસ્ટ હોય તો તેને દવાઓ દ્વારા દૂર કરવામાં આવે છે, પરંતુ જો સિસ્ટ ખૂબ મોટી હોય તો સર્જરી કરવી પડે છે.

PCOD ને કેવી રીતે અટકાવવું : તમારા આહારનું ધ્યાન રાખવું અને ધૂમ્રપાન કરશો નહીં અને દારૂનું સેવન કરવું જોઈએ નહીં. વજન નિયંત્રણમાં રાખવું તેમજ યોગ્ય ખોરાક ખાવો. બહારની વસ્તુઓ તેમજ વધારે સુગર લેતા હોય તો તેને બંધ કરવી. મેન્ટલિ ટેન્શન ન લેવું જોઈએ. તમારી લાઈફસ્ટાઈલ યોગ્ય રાખવી જોઈએ. પિરિયડમાં પણ વધારે પ્રોબલેમ લાગે તો ગાયનેકોલોજિસ્ટ પાસે ચેક કરાવીને સલાહ લેવી જોઈએ.