Travel With Tv9 : ગણતંત્ર દિવસ પર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની લો મુલાકાત

|

Jan 24, 2025 | 10:46 AM

દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જે તેની સાંસ્કૃતિક વિવિધતા, ઐતિહાસિક સિદ્ધિઓ અને સ્થાપત્ય અજાયબીઓને ઉજાગર કરે છે. આ ખાસ દિવસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની મુલાકાત લેવાથી ભારતના સમૃદ્ધ વારસામાં જાણવાની અનોખી તક મળે છે. તમે પ્રજાસત્તાક દિવસે કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

1 / 5
જો તમે દિલ્લીમાં રહેતા હોવ તો તમે તાજમહેલની મુલાકાત લઈ શકો છો. તાજમહેલ દિલ્લીથી માત્ર 220 કિમી દૂર આવેલો છે. જ્યાં તમે તાજમહેલ પહોંચવા માટે પણ લોકલ બસ કે ટેક્સી મારફતે જઈ શકો છો.જો કે જાહેર રજાના દિવસે અહીં મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવતા હોય છે.

2 / 5
જયપુરમાં રહેતા લોકો માટે આમેર કિલ્લાની મુલાકાત લેવી આવશ્યક છે. આમેર કિલ્લો રાજસ્થાનના શાહી વારસાની ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે. કિલ્લાની જટિલ કોતરણી તેને યુનેસ્કોનું એક અદભુત સ્થળ બનાવે છે.

3 / 5
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી અંજતા અને ઈલોરાની ગુફાની મુલાકાત પણ એક વખત અવશ્ય લેવી જોઈએ. આ ગુફાની મુલાકાત તમે એક દિવસમાં લઈ શકો છો. આ બે ગુફાઓ લગભગ 100 કિમી દૂર સ્થિત છે.

4 / 5
મુંબઈ નજીક એક ટાપુ પર સ્થિત એલિફન્ટા ગુફાઓ મુંબઈથી એક દિવસની સફરનો સારો વિકલ્પ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી ફેરી લઈ તમે યુનેસ્કો સ્થળ પર પહોંચી શકો છો. એલિફન્ટા ગુફાઓ પ્રાચીન ભારતની આધ્યાત્મિક પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતી ભવ્ય કલા દર્શાવે છે.

5 / 5
ગુજરાતના અમદાવાદથી 130 કિમી દૂર રાણકી વાવ આવેલી છે. વાવની જટિલ રીતે કોતરવામાં આવેલી છે. આ પ્રતિષ્ઠિત વાવ ભારતની પ્રાચીન જળ વ્યવસ્થાપન તકનીકો અને કલાત્મકતાનું ઉદાહરણ આપે છે. તેની સુશોભિત ડિઝાઇન રાષ્ટ્રની ચાતુર્ય અને સાંસ્કૃતિક સુસંસ્કૃતતાને ઉજાગર કરે છે.

Next Photo Gallery