Travel tips : ગુજરાતના આ બીચ પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, રેલવેસ્ટેશનથી માત્ર 25 મિનિટમાં પહોંચી જશો આ સ્થળે
અમદાવાદમાં પણ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરી 2025ના રોજ, સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પણ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે.
1 / 8
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 11મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી 2025 દરમિયાન ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખાય છે.
2 / 8
ઉત્તરાયણ પર્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા અને ભાગ લેવા માટે દેશભરના પતંગબાજોને આમંત્રિત કરવા દર વર્ષે ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ યોજવામાં આવે છે.
3 / 8
આ વર્ષે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમ 11 જાન્યુઆરીએ અમદાવાદના વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે સવારે 9 કલાકે યોજાશે.
4 / 8
ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવે છે, જેમાં વડોદરા, સુરત, રાજકોટ, કેવડિયા, શિવરાજપુર બીચ વગેરે શહેરોમાં કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
5 / 8
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવો અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ-2025ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
6 / 8
અમદાવાદ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે 12 જાન્યુઆરી, 2025ના રોજ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. 13 જાન્યુઆરી, 2025 ના રોજ, સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પણ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે.
7 / 8
આ વર્ષે 47 દેશોના 143 પતંગબાજો અને ભારતના 11 રાજ્યોના 52 પતંગબાજો આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો પણ ભાગ લેશે. દ્વારકામાં શિવરાજપુર બીચ એક સુંદર અને શાંત બીચ છે જે તેના સ્વચ્છ પાણી જાણીતો છે. તે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે
8 / 8
શિવરાજપુર બીચ જામનગરથી (142 કિમી), રાજકોટ (236 કિમી) અને અમદાવાદ (462 કિમી) દુર આવેલું છે.સૌથી નજીકનું રેલ્વેસ્ટેશન દ્વારકા છે, જે શિવરાજપુર બીચથી લગભગ 14 કિમી દૂર છે અને પહોંચવામાં લગભગ 25 મિનિટ લાગે છે.સૌથી નજીકનું એરપોર્ટ જામનગર ખાતે છે, જે મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા દેશોના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટ શિવરાજપુર બીચથી અંદાજે 138 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 2.75 કલાકનો સમય લાગે છે.