
ભુજથી ધોળાવીરાની સફર બાઈક કે કાર દ્વારા કરી શકો છો. તમે સૌથી પહેલા કચ્છ પહોંચી અને ભુજ જઈ ધોળાવીરા માટે નીકળી જવું, આ સફર અંદાજે માત્ર 2 કલાકનો સમય લાગશે. કારણ કે, અહિનું અંતર 140 કિલોમીટર છે.

રોડ ટ્રિપ માટે મુંબઈથી ગોવાની સફર પણ ખુબ રોમાંચક છે. મુંબઈથી ગોવાની સફર ઓછા બજેટ સાથે મજેદાર રહેશે. અહિ રસ્તામાં તમને અનેક સુંદર ઝરણા તેમજ નાના-મોટા પહાડો પણ જોવા મળશે. મુંબઈથી ગોવાની ટ્રિપમાં અંદાજે 11 થી 12 કલાકનો સમય લાગી શકે છે.