Navratna Companies: RailTel સહિત આ 4 કંપનીઓને મળ્યો નવરત્નનો દરજ્જો, સોમવારે શેર પર જોવા મળી શકે છે અસર

|

Aug 31, 2024 | 4:57 PM

NHPCએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણા મંત્રાલયના જાહેર સાહસો વિભાગ દ્વારા 30 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ, NHPCને 'નવરત્ન કંપની' જાહેર કરવામાં આવી છે, જે તેને વધુ કાર્યકારી અને નાણાકીય સ્વાયત્તતા પ્રદાન કરશે.આ 4 કંપનીઓમાંથી 3 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

1 / 6
ગુરુવારે સરકાર દ્વારા 4 નવી સરકારી કંપનીઓને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ 4 કંપનીઓ રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ અને સતલુજ જલ વિદ્યુત નિગમ (એસજેવીએન) છે. નાણા મંત્રાલયે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.

2 / 6
 આ 4 કંપનીઓમાંથી 3 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આ ત્રણ કંપનીઓ Railtel, SJVN અને NHPC છે. સોમવારે આ કંપનીઓની કામગીરી પર નજર રહેશે. હવે જોવાનું એ રહે છે કે આ શેર્સ કેવું પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે, નવરત્ન કંપનીઓમાં વધુ 4 કંપનીઓના નામ ઉમેરાયા બાદ હવે નવરત્ન કંપનીઓની સંખ્યા 21થી વધીને 25 થઈ ગઈ છે.

3 / 6
NHPCએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણા મંત્રાલયના જાહેર સાહસો વિભાગ દ્વારા 30 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ, NHPCને 'નવરત્ન કંપની' જાહેર કરવામાં આવી છે, જે તેને વધુ કાર્યકારી અને નાણાકીય સ્વાયત્તતા પ્રદાન કરશે. એનએચપીસીના ચેરમેન અને સીએમડી આર કે ચૌધરીએ જણાવ્યું હતું કે, એનએચપીસી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને તે અમારી નોંધપાત્ર નાણાકીય અને ઓપરેશનલ સિદ્ધિઓને ઓળખે છે.

4 / 6
 NHPC ભારતીય પાવર સેક્ટરમાં એક મહત્વપૂર્ણ ખેલાડી રહી છે અને તેણે દેશની હાઇડ્રોઇલેક્ટ્રિક ક્ષમતાનો ઉપયોગ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફરીદાબાદ સ્થિત NHPC પાવર મંત્રાલય હેઠળ મિની રત્ન કેટેગરી-1 યુનિટ તરીકે કાર્યરત હતું.

5 / 6
 4 નવી કંપનીઓ સિવાય આ 21 નવરત્ન કંપનીઓના નામમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ, નેયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ, NMDC લિમિટેડ, રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, રેલ વિકાસ નિગમ લિમિટેડ, ONGC વિદેશ લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, IRCON ઇન્ટરનેશનલ, રિટ્સ, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, HUDCL, IREDA, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

6 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 4:56 pm, Sat, 31 August 24

Next Photo Gallery