શેરબજારમાં ભૂકંપ વચ્ચે 69 રૂપિયાનો આ સસ્તો શેર ખરીદવા રોકાણકારોનો ધસારો, જાણો વિગત
ડિસેમ્બર ક્વાર્ટરમાં આ બેંકની કુલ થાપણો વધીને ₹40738 કરોડ થઈ છે, જે ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) આધારે 2.21% ની વૃદ્ધિ દર્શાવે છે અને વાર્ષિક ધોરણે (YoY) 25.79% ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. હવે આ બેંકના શેરમાં રોકાણકારોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
1 / 7
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. આ ખરાબ વાતાવરણ વચ્ચે રોકાણકારોએ કેટલાક શેરમાં તેજી દર્શાવી હતી અને ભારે ખરીદી કરી હતી. આવો જ એક શેર ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આ સ્ટોક ખરીદવા માટે ધસારો જોવા મળ્યો હતો.
2 / 7
આ બેન્કિંગ સ્ટોક ટ્રેડિંગ દરમિયાન 5 ટકા સુધી વધ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 69.99 પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ 4.64% વધીને રૂ. 69.40 થયો હતો. 2 ડિસેમ્બર, 2024ના રોજ શેરની કિંમત69.21 રૂપિયાની નીચી સપાટીએ હતી. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ શેર રૂ. 116.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
3 / 7
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે શનિવાર, 4 જાન્યુઆરી, 2025 ના રોજ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે તેના બિઝનેસ અપડેટની જાહેરાત કરી. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકની કુલ થાપણો વધીને ₹40738 કરોડ થઈ છે, જે ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) આધારે 2.21% ની વૃદ્ધિ દર્શાવે છે અને વાર્ષિક ધોરણે (YoY) 25.79% ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે.
4 / 7
Equitas Small Finance Bank ની CASA (કરંટ એકાઉન્ટ સેવિંગ્સ એકાઉન્ટ) થાપણો ત્રિમાસિક ગાળામાં 4.24% અને વાર્ષિક ધોરણે 9.79% ઘટીને ₹11,668 કરોડે પહોંચી છે. CASA રેશિયો અગાઉના ક્વાર્ટરમાં 31% અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 33%ની સરખામણીએ 29% રહ્યો.
5 / 7
સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. BSE નો 30 શેરવાળો સેન્સેક્સ 1,258.12 પોઈન્ટ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 78,000 ની નીચે 77,964.99 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે ઘટીને 1,441.49 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 388.70 પોઈન્ટ અથવા 1.62 ટકાના ઘટાડા સાથે 23,616.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.
7 / 7
આ સ્ટોરી વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો...
Published On - 9:36 pm, Mon, 6 January 25