Republic Day 2025: આઝાદી બાદ ભારતમાં કેવી રીતે ઉજવાયો હતો સૌપ્રથમ પ્રજાસત્તાક પર્વ, પરેડની સૌપ્રથમ સલામી કોણે જીલી? – જુઓ Photos

|

Jan 24, 2025 | 4:32 PM

Republic Day 2025: દેશના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર આયોજિત કરાયેલી પરેડમાં નેવી, આર્મી અને ઍરફોર્સના જવાનોએ એવી ધૂન બનાવી હતી કે જેને સાંભળીને ત્યાં બેસેલા સહુ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પરેડની સલામી ઝીલી હતી. આ અવસરે લાખો ભારતીયોએ પ્રજાસત્તાક પર્વની આ પરેડ જોવા માટે આવ્યા હતા અને દેશના લોકોએ ગુલામીના કાળા આધ્યાયને ભૂલી ભારતની નવી ગાથા લખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

1 / 6
Republic Day 2025: દેશ તેનો 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવવા જઈ રહ્યો છે. દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 1950માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે રાજકીય સમારોહમાં ભાગ લીધો હતો અને પરેડની સલામી ઝીલી હતી. એ સમયે તેમને સવારે 10.30 વાગ્યે 31 તોપોની સલામી આપવામાં આવી હતી

2 / 6
પરેડ બાદ દરબાર હોલમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે મોદી સરકાર આવ્યા બાદ દિલ્હીના રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યુ છે.

3 / 6
પ્રથમ ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડમાં નેવી, આર્મી અને ઍરફોર્સના જવાનોએ એવી ધૂન વગાડી હતી કે જેને સાંભળી ત્યાં ઉપસ્થિત સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ અવસરે લાખો ભારતીયો કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને દેશના લોકોએ ગુલામીના દિવસો ભૂલી નવા ભારતની ગાથા લખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમા દરેક વ્યક્તિ માટે સન્માન અને સમાનતા જેવા મૂળભૂત સિદ્ધાંતોને અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

4 / 6
26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતના નવા મુસદ્દા હેઠળનું બંધારણ અમલમાં આવ્યું, જેનાથી 1935ના એ અધિનિયમને દેશના સર્વોચ્ચ શાસકીય દસ્તાવેજના રૂપમાં પ્રસ્થાપિત કરાયો. ડૉ રાજેન્દ્ર પ્રસાદે ઔપચારિક રીતે દેશના પ્રમુખ વ્યક્તિ તરીકે બ્રિટીશ સમ્રાટનું સ્થાન લેતા ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.,

5 / 6
1950ની પરેડ જુના કિલા સામે ઈરવિન એમ્પીથિયેટરમાં આયોજિત કરાઈ હતી. જે આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે જાણીતુ છે. રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય અતિથિ હતા.

6 / 6
હાલ 76માં ગણતંત્ર પર્વ પર પણ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ બનવાના છે.

Published On - 3:02 pm, Fri, 24 January 25

Next Photo Gallery