જી-20 સમિટની સાથે ભારતે ઘણા દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. PM મોદીએ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ કીર સ્ટારર, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના પીએમ લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના PM જોનાસ ગેરે સ્ટોર સાથે વાત કરી. તેમજ ભવિષ્યમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે છે. આ એક બાર્ટર ડીલ છે, જેમાં બંને દેશોને ફાયદો થાય છે.