Upcoming Car: New Maruti Dzire આ મહિનામાં થશે લોન્ચ, જાણો કિંમત, ડિઝાઇનથી લઈને એન્જિન સુધીની તમામ ડિટેલ

|

Jul 24, 2024 | 9:46 PM

જૂન 2024ના કાર વેચાણના આંકડા અનુસાર, Dezire ભારતની સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સાતમા નંબરે હતી. દેશમાં તેની ખૂબ માંગ છે. જો આપણે વાર્ષિક ધોરણે વાત કરીએ તો ડિઝાયરના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે. હવે મારુતિ સુઝુકી તહેવારોની સિઝનમાં વેચાણમાં વધુ સુધારો કરવા માટે નવી ડિઝાયર લાવવા જઈ રહી છે.

1 / 14
ભારતની સૌથી વધુ વેચાતી સેડાન Maruti Suzuki Dezire ટૂંક સમયમાં તેના નવા અવતારમાં આવશે. તેનું નવું જનરેશન મોડલ ઓગસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે.

2 / 14
તેથી, જો તમે Dezire ખરીદવા માંગતા હો, તો તેના નવા જનરેશન મોડલના લોન્ચની રાહ જોવી વધુ સારું રહેશે.

3 / 14
તેની ડિઝાઇન અને ફીચર્સ નવી મારુતિ સ્વિફ્ટ જેવી જ હશે. ચાલો આ આવનારી સેડાન વિશે વિગતોમાં જાણીએ...

4 / 14
નવી Dezire સ્વિફ્ટના હાર્ટટેક પ્લેટફોર્મ પર આધારિત હશે. તેના ટેસ્ટિંગ મોડલની ઘણી તસવીરો લીક થઈ ગઈ છે.

5 / 14
સ્વિફ્ટમાં મળતા હનીકોમ્બને બદલે તેની આગળની ગ્રિલમાં હોરીઝોન્ટલ સ્લેટ્સ આપી શકાય છે.

6 / 14
નવા મોડલમાં નવી હેડલાઇટ, નવા પ્રકારના એલોય વ્હીલ્સ અને બમ્પર મળશે. કારના પાછળના ભાગ અને બૂટની ડિઝાઈન પણ પહેલા કરતા અલગ હોઈ શકે છે.

7 / 14
2024 મારુતિ સુઝુકી ડિઝાયરની કેબિન સ્વિફ્ટ જેવી જ હોવાની અપેક્ષા છે. તેમાં કેટલીક વધારાની સુવિધાઓ પણ મળી શકે છે, જે પહેલા સેગમેન્ટમાં હશે. નવી Dezireમાં 9-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે.

8 / 14
આ સિવાય તે સનરૂફ સાથે પણ આવી શકે છે. આ ઉપરાંત કારમાં Akamys મ્યુઝિક સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ મળી શકે છે. અગાઉ એવી અફવાઓ હતી કે તે ADAS સેફ્ટી ફીચર્સ સાથે આવશે પરંતુ એવું થશે નહીં.

9 / 14
જો કે, કારમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ-હોલ્ડ આસિસ્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને રિવર્સ કેમેરા પાર્કિંગ જેવી સુવિધાઓ હશે.

10 / 14
ડિઝાયરમાં 1.2 લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ જ એન્જિન નવી પેઢીની મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં પણ ઉપલબ્ધ છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ થશે.

11 / 14
આ એન્જિન સેટઅપ 80.4bhpનો પાવર અને 111.7Nmનો ટોર્ક જનરેટ કરશે.

12 / 14
હાલમાં, તેના માઇલેજની વિગતો જાહેર કરવામાં આવી નથી. જો કે, એ જ એન્જીન સાથે, સ્વિફ્ટનું મેન્યુઅલ મોડલ 24.8 kmpl અને ઓટોમેટિક વર્ઝન 25.75 kmplની માઈલેજ આપે છે.

13 / 14
રિપોર્ટ્સ અનુસાર નવી Dezireનું પેટ્રોલ મોડલ લોન્ચ થયા બાદ તેનું CNG વર્ઝન પણ લોન્ચ કરવામાં આવશે.

14 / 14
મળતી માહિતી મુજબ અંદાજીત આ કારની કિંમત 7 લાખથી 11 સુધીમાં મળી શકે છે.

Next Photo Gallery