કેવડિયામાં યોજાયો રાષ્ટ્રીય એકતા દિવસ, રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિ વચ્ચે યોજાઈ પરેડ

|

Oct 31, 2024 | 2:37 PM

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ. આ પ્રસંગે પીએમ મોદીએ, કહ્યું કે, કેટલાક લોકો ભારતની વધતીજતી શક્તિથી ખૂબ નારાજ છે. આ લોકો ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ભારતીય સેનાને પણ નિશાને લેવાથી બાકાત રહ્યાં નથી. આ લોકો ભારતમાં જ્ઞાતિ જાતિના નામે વિભાજન કરવામાં વ્યસ્ત છે.

1 / 6
આ વર્ષે ગુજરાતના કેવડિયામાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની બેકડ્રોપ થીમ રાયગઢનો કિલ્લો છે. જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરાયેલા “ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ” શીર્ષક હેઠળનો એક કિલ્લો છે.

2 / 6
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન BSF ડેર ડેવિલ્સ દ્વારા સ્ટંટ યોજવામાં આવ્યા હતા.

3 / 6
વડાપ્રધાન મોદીએ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાવતા કહ્યું કે, આજથી શરૂ થઈ રહેલી સરદાર પટેલની 150મી જન્મજયંતિ આગામી બે વર્ષ સુધી દેશભરમાં ઉત્સવની જેમ ઉજવવામાં આવશે. આનાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે.

4 / 6
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ એકતા દિવસની પરેડમાં, ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા સૂર્ય કિરણની પ્રતિકૃતિ સર્જીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

5 / 6
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પરેડમાં, બીએસએફના જવાનોએ લાઠીદાવનું નિર્દેશન કર્યું હતું.

6 / 6
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા અને રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિની નિશ્રામાં BSF ડેર ડેવિલ્સ દ્વારા સ્ટંટ યોજવામાં આવ્યા હતા. બીએસએફના જવાનોએ મોટરબાઈક પર કરતબ દર્શાવ્યા હતા. ( તસવીર સૌજન્યઃ PTI )

Next Photo Gallery