ગુજરાતના આ 5 પ્રાચીન સ્મારકો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જુઓ
ગુજરાતમાં પ્રાચીન ઐતિહાસિક વારસો આવેલો છે, જેની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પર્યટકો અહીં આવતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવેલ સૂર્ય મંદિર, અડાલજની વાવ, રાણીની વાવ, પાવાગઢના ચાંપાનેર, અશોક શિલાલેખ, જૂનાગઢમાં આવેલ પ્રાચીન ગુફાઓ અને બૌદ્ધ ગુફાઓની મુલાકાત પ્રવાસીઓ લેતા હોય છે. જેમાં સૌથી વધારે પ્રવાસીઓ સૂર્ય મંદિરે આવતા હોય છે.
1 / 6
ગુજરાતમાં રહેલા પ્રાચીન ઐતિહાસિક વારસાની મુલાકાતે દેશ વિદેશથી પર્યટકો આવતા હોય છે. રાજ્યમાં એતિહાસિક સ્મારકો આવેલા છે અને જેના પ્રત્યે દેશ વિદેશના પ્રવાસીઓ આકર્ષણ ધરાવે છે. વર્ષ 2022-23 ના દરમિયાન રાજ્યના સ્મારકોને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
2 / 6
હાલમાં જ કેન્દ્ર સરકારના પ્રવાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ ગુજરાતમાં સૌથી વધારે આકર્ષણ ધરાવતું સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલ સૂર્ય મંદિર રહ્યુ છે. પ્રાચીન શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યુનેસ્કોએ સ્થાન આપ્યાના એક વર્ષમાં જ અહીં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. વર્ષ 2022-23 ના દરમિયાન સૂ્ય મંદિરને જોવા માટે 3.79 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે અગાઉના વર્ષે આ સંખ્યા 2.24 લાખ હતી. જેમાં 24 હજાર કરતા વધારે વિદેશી મુલાકાતીઓ પણ રહ્યા છે.
3 / 6
અડાલજની વાવ, ગાંધીનગર જિલ્લામાં આવેલ આ સ્થળ પણ ખૂબ જ આકર્ષણ ધરાવે છે. અહીં પણ મુલાકાતીઓનો ધસારો રહેતો હોય છે. અડાલજની વાવની મુલાકાતે 3,69,961 મુલાકાતીઓ આવ્યા હતા.
4 / 6
પાટણમાં આવેલ રાણીની વાવ પણ અદ્ભૂત પ્રાચીન સ્થાપત્ય છે. જેને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યાં વર્ષ 2022-23 ના દરમિયાન 3,51,767 નોંધાઈ છે. રાણીની વાવ મુલાકાતીઓની સંખ્યા મુજબ રાજ્યમાં અડાલજની વાવ બાદ ત્રીજા સ્થાને છે.
5 / 6
પાવગઢના ચાંપાનેરના પ્રાચીન સ્થાપત્યની મુલાકાત લેનારીઓની સંખ્યા વર્ષ 2022-23 ના દરમિયાન 65,547 નોંધાઈ હતી. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવેલ આ સ્થળે પ્રાચીન શિલ્પ સ્થાપત્ય આવેલ છે. અહીં પથ્થરની અદ્બભૂત કમાન નિર્માણ કરવામા આવેલ છે.
6 / 6
અશોકનો શિલાલેખ જૂનાગઢમા આવેલ છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 29,110 રહી છે. પ્રવાસીની સંખ્યા મુજબ આ સ્થળ પાંચમા સ્થાને આવે છે. જૂનાગઢની પ્રાચીન ગુફાઓની પણ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.