Makar Sankranti 2025 : ઉત્તરાયણ માટે “હાઉસફૂલ” થયા પોળના ધાબા, જાણો કેટલુ છે ભાડું

|

Jan 13, 2025 | 1:20 PM

પતંગરસિયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત છે. તો કેટલાંક તમામ તૈયારી પૂરી કરીને બસ ઉત્તરાયણના દિવસની રાહ જોઈ રહ્યા છે. પણ, શું તમે જાણો છો કે આ બધાંની વચ્ચે અમદાવાદના પોળ વિસ્તારમાં આવેલા ધાબાઓ ઉત્તરાયણ માટે "હાઉસફૂલ" થઈ ગયા છે ?

1 / 7
ઉત્તરાયણ એટલે અમદાવાદીઓનો સૌથી પ્રિય તહેવાર અને કહેવાય છે કે આ તહેવાર માણવાની સાચી મજા તો પોળના મકાનોમાં જ આવે. અને એટલે જ પતંગરસિયાઓ માટે પોળના ધાબા ઉત્તરાયણમાં "હોટ ફેવરીટ ડેસ્ટીનેશન" બની જાય છે. જેને પગલે  છેલ્લાં ઘણાં વર્ષોથી  ઉત્તરાયણ માટે પોળના ધાબા ભાડે અપાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

2 / 7
"ટેરેસ ટુરીઝમ"ને પગલે પોળના અનેક ગરીબ અને મધ્યવર્ગના પરિવારને મદદ મળી રહી છે. અને તેમના આખા વર્ષનો અનાજ-પાણીનો ખર્ચો ઉત્તરાયણમાં જ નીકળી જતો હોવાની વાત પણ સામે આવી રહી છે. તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાબા માટેની ઈન્કવાયરીમાં પણ વધારો થયો છે.

3 / 7
અમદાવાદના પોળ માટે આ અવસર એ "ટેરેસ ટુરિઝમ"નો અવસર બની જાય છે. હાલની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં જ શહેરના કોટ વિસ્તાર એટલે કે પોળોમાં80 ટકા કરતાં વધુ ધાબાઓનું બુકિંગ થઈ ગયું છે.

4 / 7
ગત વર્ષની સરખામણીએ આ વખતે ટેરેસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટા ટેરેસનો ભાવ રૂપિયા 50 હજારથી 1 લાખ  સુધી નોંધાયો છે. પણ પતંગરસિયાઓ આટલું ઊંચું ભાડું ચુકવીને પણ ઉત્તરાયણ માણવા ઉત્સાહિત છે.

5 / 7
મોટી સંખ્યામાં બહારના રાજ્યોમાંથી આવતા ગુજરાતીઓ તેમજ NRI ટેરેસનું બુકિંગ કરાવતા હોય છે. તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓ પણ ઉત્તરાયણ માણવાપોળમાં આવતા હોય છે. વર્ષ 2010થી આ "ટેરેસ ટુરિઝમ"નો કન્સેપ્ટ શરૂ થયાનું મનાઈ રહ્યું છે.

6 / 7
રાયપુર-ખાડિયા વિસ્તારમાં પણ ભાડામાં વધારો થયો છે. જો કે તેની સામે ધાબા ભાડે લેનાર ટુરીસ્ટને વિવિધ પેકેજ પણ ઓફર કરવામાં આવે છે. ટેરેસના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરા પાડે છે. જેમાં બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈટી આપવામાં આવે છે. ખાસ ઊંધિયા-જલેબીની જયાફત માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

7 / 7
તો ઘણાં સ્થળે તો પતંગ-દોરી પણ આપવામાં આવતું હોય છે.  DJના તાલે ટુરીસ્ટો મ્યુઝિકની મજા પણ માણે છે અને સાંજે ફટાકડાં ફોડીને તેમનો આનંદ પણ વ્યક્ત કરતા હોય છે.

Next Photo Gallery