424 કરોડના વિલામાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં ધમાલ મચાવશે કેટી પેરી, જાણો કેટલો ચાર્જ લેશે
ગત વખતની જેમ આ વખતે પણ હોલિવૂડના કેટલાક સ્ટાર પાર્ટીમાં ચમકશે અને કેટી પેરીનું નામ આમાં પ્રથમ આવ્યું છે. કારણ કે, કેટ પેરી પાર્ટીમાં પરફોર્મન્સ આપશે.અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ 1 જૂન, 2024 ના રોજ પોર્ટોફિનો ઇટાલીમાં પૂર્ણ થશે. કેટી પેરી પરફોમન્સ માટે કેટલો ચાર્જ લેશે તે જાણી લઈએ,
1 / 6
અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં ફંક્શનમાં કેટી પેરી પરફોર્મન્સ કરશે. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા તેનું પ્રી વેડિગ ખુબ જ ચર્ચામાં રહ્યું છે. હાલમાં બીજી પ્રી વેડિંગ પાર્ટી ચાલી રહી છે.
2 / 6
અનેક રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ટરનેશનલ સિંગર કેટી પેરી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે પરફોર્મન્સ કરશે. તે ફ્રાન્સમાં 50.9 મિલિયન ડોલર એટલે કે, 424 કરોડ રુપિયાના વિલામાં પરફોર્મન્સ કરશે.
3 / 6
અનંત અને રાધિકાના જામનગરમાં યોજાયેલા પ્રી વેડિંગમાં રિહાના, દલજીત દૌસાંગ, અરજીત સિંહ, શ્રેયા ધોષાલ અને અન્ય કેટલાક સિંગરોએ પરફોર્મન્સ કર્યું હતુ. જેના માટે મસમોટી રકમ પણ મળી હતી.
4 / 6
ધ સન યુકે અનુસાર કેટી પેરીને તેના પરફોર્મન્સ માટે અંબાણી પરિવારે લાખો ડોલરનો ચેક આપ્યો છે. એક સુત્ર અનુસાર મોટા જશ્ન માટે 800 મહેમાનો ક્રુઝમાં હશે. જેમાં થીમ લા વીટા ઈ અને વિયાજિયો છે. 5 કલાક સુધી ચાલનારી આ પાર્ટીમાં કેટી પેરી પરફોર્મન્સ કરશે.
5 / 6
કેટી પેરી મીડિયા રિપોર્ટ અનુસાર એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મન્સ કરવા માટે અંદાજે 12 થી 16 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તે મુકેશ અંબાણીના દિકરાના પ્રી વેડિંગ માટે ખુબ મોટી ફી લઈ શકે છે.
6 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર કેટી પેરીની નેટવર્થ અંદાજે 340 મિલિયન ડોલર એટલે કે, 28,32 કરોડની નેટવર્થ છે. તેની કમાણી પ્રાઈવેટ ઈવેન્ટ અને કોન્સર્ટમાંથી થાય છે. આ પહેલા 29 મેના રોજ અમેરિકાની બેન્ડ બેકસ્ટ્રીય બોયઝે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રુઝ પ્રી-વેડિંગમાં પરફોર્મન્સ કર્યું હતુ.