જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર ઍરફોર્સ ખાતે આગમન, મહાનુભાવો દ્વારા કરાયુ સ્વાગત- જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે જામનગર આવી પહોંચ્યા છે. જામનગર ઍરફોર્સ પર પીએમ મોદીનુ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતનાએ પીએમનુ સ્વાગત કર્યુ હતુ.