જો તમે વજન ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવવા માંગો છો, તો તમારી દિનચર્યામાં ડિટોક્સ ડ્રિંક પીવું એ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે કાકડી (સ્લાઈસમાં કાપીને), લીંબુ (સ્લાઈસમાં), કાચી હળદર (છીણમાં), ફુદીનાના પાન, બીટરૂટ (ટુકડાઓમાં) લો. આ બધી વસ્તુઓને કાચની બરણીમાં પાણીથી ઢાંકી દો અને તેને રાતોરાત છોડી દો. આ પીણું ગાળીને સવારે પી લો. જો તમે ઈચ્છો તો આ પીણું દિવસ દરમિયાન પણ પી શકો છો.