પોરબંદરમાં પૂરના પાણી વચ્ચે PGVCLની 270 ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી વીજપૂરવઠો કર્યો યંત્રવત- જુઓ Photos

|

Jul 22, 2024 | 1:31 PM

પોરંબદર જિલ્લામાં ખાબકેલા અનરાધાર વરસાદને પગલે અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. ત્યારે પૂરના પાણી વચ્ચે જીવના જોખમની પરવા કર્યા વિના PGVCLની 270 ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી વીજ પૂરવઠો યંત્રવત કર્યો હતો.

1 / 5
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ જતા PGVCLની ટીમોએ યુદ્ધના ધોરણે ચાલુ વરસાદમાં નીચે પાણીનો પ્રવાહ વહેતો હોવા છતા રાત દિવસ કામગીરી કરીને 20,000 અસરગ્રસ્ત પરિવારના ઘરેથી અંધારપટ દૂર કરી ઉજાશ લાવવાનું કામ કર્યુ.

2 / 5
પોરબંદર જિલ્લા પ્રશાસન અને PGVCL કોર્પોરેટ કચેરીના સંકલનથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી 20 ટીમોને પોરબંદર બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક 250 ટીમોની રચના કરીને 24 કલાક કામગીરી કરી કર્મચારીઓએ પોરબંદરમાં ખૂબ જ ઓછા સમયમાં રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી છે.

3 / 5
ચાલુ વરસાદમાં તેમજ પોલ પર નીચે પાણી હોવાછતાં  PGVCLના કર્મચારીઓએ સાહસ કરીને પોલ ઉપર ચડી જુદા જુદા સંસાધનોનો ઉપયોગ કરીને 24 કલાકમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં અને સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપી કામગીરી કરી વીજ સેવા શરૂ કરતાં સ્થાનિક નાગરિકોએ પણ PGVCLના કર્મચારીઓને સ્થળ પર બીરદાવ્યા હતા.

4 / 5
પોરબંદરમાં જામનગરથી મુખ્ય ઇજનેર તેમજ અમરેલીથી કાર્યપાલક ઇજનેરને પોરબંદર ડેપ્યુટ કરીને ઉપરાંત સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી 20 ટીમ અને સ્થાનિક 250 ટીમોએ જિલ્લામાં જ્યોતિ ગ્રામના 16 ફીડર અર્બનમાં 11 અને એગ્રીકલ્ચરના 12 ફીડર એમ કુલ 49 અસરગ્રસ્ત ફીડરનો સર્વે કરી બે દિવસમાં કુલ 42  ગામોમાં પોરબંદર શહેર સહિત 238 અસરગ્રસ્ત પોલ ઉભા કરી પુનઃ કાર્યરત કરીને પાંચ બળી ગયેલા ટ્રાન્સફોર્મર પણ રીપેર કર્યા હતા

5 / 5
જેટકો દ્વારા GIDC પોરબંદર ખાતેના 66 કેવી સબ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું, તે પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું. - Input Credit- Hitesh Thakrar- Porbandar

Published On - 1:28 pm, Mon, 22 July 24

Next Photo Gallery