મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકત્ર થાય ત્યારે પરિવારને દીકરી મળતી હોય છે. દીકરીમાં દી એટલે દીલ સાથે જોડાયેલો અતુટ વિશ્વાસ, ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને રી એટલે રીદ્ધિ-સિદ્ધિ આપનારી અને પરિવારને ઊજળો કરનારી એટલે દીકરી. દીકરી એક, બે નહીં ત્રણ કુળને તારે છે. દક્ષ પ્રજાપતિએ માતા શક્તિની આરાધના કરીને તેમની પાસે પોતાના ઘરે દીકરી રૂપે જન્મ ધારણ કરવાનું વચન માગ્યું હતું. આથી જ માતા સતીનો દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ થયો. દીકરીના અનેક સ્વરૂપ છે. ઉંમર અને સમય સાથે દીકરીની ભૂમિકા બદલાતી જાય છે, જેમાં દીકરી, બહેન, માતા, સાસુ, પત્ની, નણંદ, ભાભીનો સમાવેશ થાય છે.