આખા પાકિસ્તાન સામે તેમના જ દેશની લીગનું થયું અપમાન, મહાન બેટ્સમેને PSLના બદલે IPLનું લીધું નામ
PSL 2025 સિઝનનો પ્લેયર ડ્રાફ્ટ લાહોરમાં યોજાયો હતો, જેમાં લીગની અલગ-અલગ ટીમોએ ઘણા મોટા ખેલાડીઓને સામેલ કર્યા હતા, પરંતુ આ બધું થાય તે પહેલા પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ કેપ્ટન ઝહીર અબ્બાસે PSLની જગ્યાએ IPLનું નામ લઈને બધાને ચોંકાવી દીધા હતા.
1 / 5
13 જાન્યુઆરીનો દિવસ પાકિસ્તાન સુપર લીગ (PSL) માટે ખૂબ જ ખાસ હતો. લીગની નવી સિઝન માટે લાહોરમાં ડ્રાફ્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ ઈવેન્ટ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, તમામ 6 ટીમોના કેપ્ટન પણ હાજર હતા અને તેમની સામે જ કંઈક એવું થયું કે જેણે બધાને ચોંકાવી દીધા. તેમની જ લીગને આખા પાકિસ્તાનની સામે શરમનો સામનો કરવો પડ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે પાકિસ્તાનના એક મહાન બેટ્સમેને આ કાર્યક્રમમાં PSLને બદલે IPLનું નામ લીધું હતું.
2 / 5
છેલ્લા ઘણા અઠવાડિયાથી પાકિસ્તાની બોર્ડ PSL પ્લેયર્સ ડ્રાફ્ટની તૈયારીમાં વ્યસ્ત હતું. આ માટે ભારે માહોલ સર્જાયો હતો. 12 જાન્યુઆરી, સોમવારના રોજ તેની સંપૂર્ણ ધામધૂમથી શરૂઆત થઈ હતી, પરંતુ કોઈપણ ખેલાડીની પસંદગી થાય તે પહેલા જ શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. ડ્રાફ્ટની શરૂઆત પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ઝહીર અબ્બાસે ભૂલથી PSLને બદલે IPLનો ઉલ્લેખ કર્યો હતો.
3 / 5
ડ્રાફ્ટ ઈવેન્ટનું ઉદ્ઘાટન કરતા ઝહીર અબ્બાસે કહ્યું, “તમે ખેલાડીઓ વિના કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકતા નથી. હવે અમે વિદેશી ખેલાડીઓને બોલાવીને પાકિસ્તાની ખેલાડીઓ સાથે રમવા માટે કહી રહ્યા છીએ. તમારી રમતને બહેતર બનાવવાની આ પણ શ્રેષ્ઠ રીત છે. હું ઈચ્છું છું કે IPL વધુ સારું કરે, કારણ કે તેઓ હંમેશા પાકિસ્તાન માટે સારું કરી રહ્યા છે.
4 / 5
હવે ઝહીર અબ્બાસ PSLનું નામ લેવા માંગતા હતા પરંતુ તેમના મોંમાંથી IPL નીકળી ગયું. દેખીતી રીતે તેમની જીભ લપસી અને ભૂલ થઈ હતી, પરંતુ PCB અને લીગના અધિકારીઓને થોડી શરમનો સામનો કરવો પડ્યો હશે. તે એ પણ દર્શાવે છે કે PSL હજુ પણ લોકપ્રિયતા મામલે IPLની ઘણું પાછળ છે. ફરક એટલો મોટો છે કે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓના મનમાં અને મોં પર પણ PSLની જગ્યાએ IPLનું નામ સૌથી પહેલા આવે છે.
5 / 5
જ્યાં સુધી ડ્રાફ્ટની વાત છે તો કેટલાક મોટા વિદેશી ખેલાડીઓએ હેડલાઈન બનાવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે હેડલાઈન્સ બનાવી છે. આ વખતે IPLની હરાજીમાં વેચાયા વગરના રહી ગયેલા વોર્નરને કરાચી કિંગ્સે પ્લેટિનમ હેઠળ ખરીદ્યો હતો, જે ડ્રાફ્ટમાં સર્વોચ્ચ શ્રેણી છે. આ માટે તેને 8 કરોડ પાકિસ્તાની રૂપિયા મળશે. ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસનને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. (All Photo Credit : PTI / ESPN)