T20 World Cup 2024 : આ 5 યુવા ખેલાડીઓ પહેલીવાર રમશે T20 વર્લ્ડ કપ, મચાવી શકે છે ધમાલ, જુઓ ફોટો
ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ટી20 વર્લ્ડકપ માટે યુએસ રવાના થઈ ચુક્યા છે અને પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે આ ભારતીય ખેલાડી પહેલી વખત વર્લ્ડકપ રમશે.
1 / 5
ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. કેટલાક નવા ચેહરાઓને પણ આ વખતે તક આપવામાં આવી છે. કેટલાક એવા પણ ખેલાડીઓ છે, જેમને વર્લ્ડકપમાં રમવાની તક મળી નથી. તો આજે આપણે જોઈએ કે, આ વખતે ક્યા ખેલાડીઓ પહેલી વખત વર્લ્ડકપ રમશે.
2 / 5
ઘરેલુ ક્રિકેટથી લઈ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનને સૌ કોઈ જાણે છે. આઈપીએલ 2024માં તેના પ્રદર્શને ચાહકોનું દિલ જીતી લીધું છે. તેમણે 500થી વધારે રન બનાવ્યા છે. સેમસન પહેલી વખત વર્લ્ડકપ રમશે.
3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનાર શિવમ દુબે આઈપીએલ 2024માં પોતાની બેટિંગથી સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. ક્રિકેટર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ તેને ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
4 / 5
આ યુવા બેટ્સમેન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. આઈપીએલમાં સદી ફટકારી ચુક્યો છે. જ્યસ્વાલ અંડર 19 વર્લ્ડકપ રમી ચુક્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેનો પહેલો વર્લ્ડકપ હશે.
5 / 5
લેગ સ્પિનરને પણ ટીમ ઈન્ડિયામાં પહેલી વખત સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી. આ વખતે ટી20 વર્લ્ડકપમાં રમતો જોવા મળી શકે છે. ચહલની સ્પિન બોલિંગે આઈપીએલમાં અનેક સફળતા અપાવી હતી.
Published On - 12:27 pm, Wed, 29 May 24