
28 વર્ષીય પલાશ મ્યુઝિક કમ્પોઝર છે અને મશહુર ગાયક પલક મુચ્છલનો નાનો ભાઈ છે.પલાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મંધાનાની સાથે ટ્રોફી સાથેનો ફોટો શેર કર્યો હતો.

પલાશ મુચ્છલ અનેક વખત મેચ સમયે સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને સપોર્ટ કરતો જોવા મળતો હોય છે. અનેક વખત તે ભારતીય જર્સી પહરેલો પણ જોવા મળે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મંધાના અને પલાશ એક બીજાને ડેટ કરી રહ્યા છે.