બીજી મેચમાં પણ રોહિત શર્માએ નિરાશ કર્યા, T20માં નિરાશાજનક વાપસી
રોહિત શર્મા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે T20 સિરીઝમાં પણ તે જ ફોર્મ બતાવશે જે તેણે ODI વર્લ્ડ કપમાં બતાવ્યું હતું પરંતુ રોહિત સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. અફઘાનિસ્તાન સામે રમાયેલી બે મેચમાં રોહિતનું ખાતું પણ ખૂલ્યું ન હતું. તે બે મેચમાં ત્રણ બોલ રમીને એક પણ રન બનાવી શક્યો નહોતો.
1 / 5
T20માં રોહિત શર્માનું પુનરાગમન નિરાશાજનક સાબિત થઈ રહ્યું છે. રોહિત 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલમાં પુનરાગમન કરી રહ્યો છે પરંતુ તે વાપસી બાદ રમાયેલી બંને મેચમાં નિષ્ફળ રહ્યો છે. મોહાલી અને ઈન્દોરમાં રમાયેલી મેચમાં રોહિત ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો છે. રોહિતના વહેલા આઉટ થવાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો.
2 / 5
આ સિરીઝ પહેલા રોહિતે તેની છેલ્લી T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઈનલ મેચમાં રમી હતી. આ પછી તે T20 ક્રિકેટથી લાંબો સમય દૂર. પરંતુ આ વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતે વાપસી કરી છે અને તે અફઘાનિસ્તાન સામે શ્રેણી રમી રહ્યો છે.
3 / 5
રોહિતની વાપસીથી એવી અપેક્ષાઓ હતી કે તે T20માં તે જ ફોર્મ બતાવશે જે તેણે ODI વર્લ્ડ કપમાં બતાવ્યું હતું. પરંતુ આવું થતું જણાતું નથી. પ્રથમ T20 મેચમાં તે શુભમન ગિલની ભૂલને કારણે રનઆઉટ થયો હતો.
4 / 5
પરંતુ બીજી મેચમાં રોહિત તેની ભૂલના કારણે જ આઉટ થયો હતો. મેચની પહેલી ઓવરના પાંચમા બોલ પર રોહિત સ્ટ્રાઈક પર આવ્યો અને પહેલા જ બોલ પર પુલ શોટ ફટકારવાનો પ્રયાસ કરતા રકેચ આઉટ થયો અને વિકેટ ગુમાવી દીધી.
5 / 5
ઈન્દોરનું હોલ્કર સ્ટેડિયમ એ મેદાન છે જ્યાં રોહિતનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. આ મેદાન પર જ રોહિતે T20 ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે આ મેદાન પર 35 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ આ વખતે જો કે રોહિતનું બેટ ન ચાલ્યું અને સતત બીજી મેચમાં રોહિત નિષ્ફળ રહ્યો હતો.