
મોહમમ્દ ઈરફાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યું મેં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. મારા કોચનો આભાર વ્યક્ત કરું છુ. મોહમ્મદ ઈરફાને ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત વર્ષ 2012માં ભારતના પ્રવાસથી કરી હતી.

પાકિસ્તાન માટે કુલ 4 ટેસ્ટ, 60 વનડે અને 22 ટી20 મેચ રમી છે. મોહમ્મદ ઈરફાને ટેસ્ટમાં 10 વિકેટ લીધી છે. આ સિવાય તેમણે વનડેમાં 83 વિકેટ લીધી છે. ટી20માં તેના નામે 16 વિકેટ સામેલ છે. મોહમ્મદ ઈરફાન પોતાના કરિયર દરમિયાન ઈજાથી પરેશાન જોવા મળ્ય હતો. જેના કારણે તે પાકિસ્તાનની ટીમથી અંદર-બહાર જોવા મળતો હતો.

મોહમમ્દ ઈરફાને ભારત સામે T20I ડેબ્યૂ કર્યું હતુ.ક્રિકેટ જગતમાં ઈરફાનની ઊંચાઈ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તે 7 ફૂટથી વધુ ઉંચો હતો