IND vs ENG : આ ખેલાડીએ ભારતને હારેલી મેચ જીતાડી, અડધી સદી ફટકારીને સુપરહીરો બન્યો, જુઓ ફોટો
તિલક વર્માએ બેટથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં અણનમ 72 રનની ઈનિગ્સ રમી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ સાથે તિલક વર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે.
1 / 6
ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને એક અડધી સદી ફટકારી છે.
2 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝની બીજી મેચમાં ખુબ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં અંતે ટીમ ઈન્ડિયાએ 2 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમને આ મેચમાં કુલ 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
3 / 6
જેમાં તિલક વર્માએ અણનમ 72 રનની ઈનિગ્સ રમી ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.તિલક વર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ પોતાને નામ કરી લીધો છે.
4 / 6
તિલક વર્મા ટી20 ઈન્ટરનેસનલમાં છેલ્લી 4 ઈનિગ્સમાં એકવખત પણ આઉટ થયો નથી. જેમાં તેનો સ્કોર 107,120,19 અને 72 રન છે. તે અત્યારસુધી આઉટ થયા વગર 318 રન બનાવી ચૂક્યો છે.તિલક T20 ટીમના ખેલાડી તરીકે આ આંકડો હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
5 / 6
ભારતીય ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી. જ્યારે ગત્ત મેચમાં હિરો બનેલા અભિષેક શર્મા માત્ર 12 રન બનાવી પેવેલિયન ફર્યો હતો. ત્યારબાદ સંજુ સેમસન 12 રન પણ કાંઈ ખાસ કમાલ કરી શક્યો નથી.ત્યારબાદ ત્રીજા નંબર પર તિલક વર્મા બેટિંગ કરવા માટે આવ્યો અને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો.
6 / 6
19મી ઓવરમાં ટીમે 7 રન બનાવ્યા હતા. આ કારણે ભારતને છેલ્લી ઓવરમાં માત્ર 6 રન બનાવવાના હતા અને તિલક વર્માએ ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. તેમણે મેચમાં 55 બોલમાં 72 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ હતી.રવિ બિશ્નોઈએ 5 બોલમાં 9 રન બનાવ્યા હતા.