IND vs ENG : વરુણ ચક્રવર્તી સામે અંગ્રેજો નાચવા લાગ્યા, 3 બોલમાં કર્યું કામ તમામ

|

Jan 22, 2025 | 10:01 PM

કોલકાતામાં રમાયેલી પ્રથમ T20માં ભારતના મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ પોતાની સ્પિનનો એવો જાદુ કર્યો કે ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેની સામે પિચ પર નાચતા જોવા મળ્યા. ચક્રવર્તીએ માત્ર ત્રણ બોલમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની યોજના બરબાદ કરી દીધી હતી.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચમાં વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને હંગામો મચાવ્યો. ચક્રવર્તીએ અંગ્રેજ ખેલાડીઓને પોતાના ચક્રવ્યુહમાં એવી રીતે ફસાવ્યા કે તેઓ કોલકાતાની પિચ પર ડાન્સ કરતા જોવા મળ્યા. વરુણે મેચમાં એક ઓવરમાં બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ ઝડપી હતી.

2 / 5
વરુણને ઈંગ્લેન્ડની ઈનિંગની આઠમી અને પોતાની બીજી ઓવરમાં બે વિકેટ મળી હતી. પહેલા તેણે હેરી બ્રુકને અને બાદમાં લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. બંને બેટ્સમેન બોલ્ડ થયા હતા. વરુણ ચક્રવર્તીએ છેલ્લી 11 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 6 વિકેટ બોલ્ડ કરીને લીધી છે.

3 / 5
વરુણે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને પણ પોતાની જાળમાં ફસાવી દીધો હતો. 68ના અંગત સ્કોર પર બટલર વરુણના બોલ પર નીતિશ કુમાર રેડ્ડીના હાથે કેચ આઉટ થયો હતો.

4 / 5
વરુણ ચક્રવર્તી મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે ઓળખાય છે. બેટ્સમેનો તેની મિસ્ટ્રી બોલિંગને સમજી શકતા નથી અને ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો સાથે પણ આવું જ થયું હતું. વરુણે 2024થી T20માં માત્ર આઠ મેચમાં 20 વિકેટ લીધી છે. આ મેચ પહેલા તેણે 2024 થી સાત T20 મેચમાં 17 વિકેટ ઝડપી હતી પરંતુ હવે તેની પાસે 8 મેચમાં 20 વિકેટ છે.

5 / 5
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20માં તેણે ચાર ઓવરમાં માત્ર 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના એકંદર T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 14 મેચમાં 22 વિકેટ લીધી છે. આ દરમિયાન તે એક વખત 5 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો હતો. (All Photo Credit : PTI)

Published On - 9:59 pm, Wed, 22 January 25

Next Photo Gallery