IND vs ENG : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, નીતિશ કુમાર રેડ્ડી T20 સિરીઝમાંથી થયો બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીમાં માત્ર એક જ મેચ રમાઈ છે અને ટીમને ખેલાડીઓની ફિટનેસને લઈ ખરાબ સમાચાર મળવાના શરૂ થઈ ગયા છે. પહેલાથી જ મોહમ્મદ શમી અને અભિષેક શર્માની ફિટનેસને લઈ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. હવે આ લિસ્ટમાં બે વધુ ખેલાડીઓ સામેલ થયા છે, જેમાંથી નીતિશ રેડ્ડી તો આખી સિરીઝમાંથી જ બહાર થઈ ગયો છે.
1 / 5
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ T20 શ્રેણીની જીત સાથે શરૂઆત કરવા છતાં ટીમ ઈન્ડિયાને સતત ખરાબ સમાચાર મળી રહ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ પહેલેથી જ સવાલોના ઘેરામાં છે, જ્યારે યુવા ઓપનર અભિષેક શર્મા પણ બીજી T20 મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે સૂર્યકુમાર યાદવની ટીમને વધુ એક ફટકો પડ્યો છે.
2 / 5
યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. રેડ્ડી ઈજાના કારણે આ શ્રેણીનો ભાગ નહીં હોય. તેના સ્થાને શિવમ દુબેનેને ટીમમાં જગ્યા મળી છે.
3 / 5
ટીમ ઈન્ડિયાને આ આંચકો ચેન્નાઈમાં બીજી T20 મેચ પહેલા જ લાગ્યો હતો. BCCIએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે નીતીશ કુમાર રેડ્ડીને સાઈડ સ્ટ્રેઈન છે, જેના કારણે તે આગામી કેટલાક અઠવાડિયા માટે બહાર છે અને શ્રેણીમાં વધુ ભાગ લઈ શકશે નહીં.
4 / 5
નીતિશને બીજી T20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન આ ઈજા થઈ હતી. તે કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચનો ભાગ હતો. જો કે, તે મેચમાં તેને ન તો બોલિંગ મળી અને ન તો બેટિંગ મળી.
5 / 5
નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ મુંબઈના બેટિંગ ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, દુબે બીજી T20 મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તે 25 જાન્યુઆરી, એટલે કે બીજી T20 મેચના દિવસે શનિવારે મુંબઈમાં રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં તે 28 જાન્યુઆરીએ યોજાનારી ત્રીજી T20થી ટીમ સાથે ઉપલબ્ધ રહેશે. (All Photo Credit : PTI / BCCI / ICC)
Published On - 7:03 pm, Sat, 25 January 25