IND vs ENG : કોલકાતામાં હાર બાદ ઈંગ્લેન્ડે બદલી ટીમ, ચેન્નાઈમાં પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર
કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 7 વિકેટે હારી ગઈ હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડે બીજી T20 મેચ પહેલા મોટો નિર્ણય લીધો છે. ચેન્નાઈ T20માં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે.
1 / 5
T20 સિરીઝની શરૂઆત ઈંગ્લેન્ડની ટીમ માટે બિલકુલ સારી રહી ન હતી. કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં તેને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ચેન્નાઈમાં યોજાનારી T20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરી શકે છે. ફાસ્ટ બોલર ગસ એટકિન્સન બહાર થઈ ગયો છે અને ડાબોડી બેટ્સમેન જેકબ બેથેલ પણ ટીમની બહાર થઈ શકે છે.
2 / 5
ગસ એટકિન્સને ભલે ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર બોલિંગ કરી હોય, પરંતુ T20 મેચોમાં તે ફ્લોપ સાબિત થયો હતો. કોલકાતામાં એટકિન્સને તેની બે ઓવરમાં 38 રન આપ્યા હતા. તેની ઓવરમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ જોરદાર ફટકાબાજી કરી હતી. આ જ કારણ છે કે હવે એક્ટિન્સનની જગ્યાએ બ્રેડન કાર્સ બીજી T20માં રમશે.
3 / 5
જેકબ બેથેલ પણ પ્લેઈંગ 11 માંથી બહાર થઈ શકે છે, કારણ તે બીમાર હોવાના સમાચાર મેચના એક દિવસ પહેલા સામે આવ્યા છે. કહેવાય છે અને તેની જગ્યાએ વિકેટકીપર જેમી સ્મિથ રમી શકે છે. બેથલ કોલકાતામાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે 14 બોલમાં માત્ર 7 રન બનાવ્યા હતા.
4 / 5
કોલકાતામાં કેપ્ટન જોસ બટલર સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા. સોલ્ટ અને લિવિંગસ્ટન ખાતું પણ ખોલાવી શક્યા નહીં. ડકેટ માત્ર 4 રન બનાવી શક્યો. હેરી બ્રુક 17 રન બનાવી આઉટ થયો હતો.
5 / 5
બોલિંગમાં ફક્ત જોફ્રા આર્ચરે સારું પ્રદર્શન કર્યું બાકીના બોલરોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. માર્ક વૂડ, આદિલ રાશિદ ઘણા મોંઘા સાબિત થયા હતા. એકંદરે, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ મેચમાં ખૂબ જ નબળી દેખાતી હતી અને જો સ્થિતિ આવી જ રહી તો ચેન્નાઈમાં પણ ઈંગ્લેન્ડની હાર થવાની સંભાવના છે. (All Photo Credit : PTI)
Published On - 6:43 pm, Fri, 24 January 25