Aus vs Ind : મોહમ્મદ સિરાજને મોટો ઝટકો લાગ્યો , આઈસીસીએ મેચ ફીનો 20 ટકાનો દંડ ફટકાર્યો
આઈસીસીએ મોહમ્મદ સિરાજ પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે. સિરાજને મેચમાં ટ્રેવિસ હેડ સાથે અથડામણ કરવા બદલ આ સજા મળી છે. એડિલેડ ટેસ્ટ દરમિયાન બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જાણો શું છે સમગ્ર મામલો,
1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાઈ હતી. આ પિંક બોલ ટેસ્ટમાં કાંગારુ ટીમે 10 વિકેટથી જીત મેળવી હતી. મેચ બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મોટો ઝટકો લાગ્યો છે. આઈસીસીએ તેના પર મેચ ફીનો 20 ટકાનો દંડ ફટકાર્યો છે.
2 / 5
સિરાજને આ સજા મેચમાં ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી થઈ હોવાને કારણે મળી છે. જ્યારે આઈસીસીએ ટ્રેવિસ હેડ પર કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી. પરંતુ ICCએ સિરાજ અને હેડ બંનેને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે.
3 / 5
આઈસીસીએ કહ્યું સિરાજ અને હેડને અનુશાસનાત્મક રેકોર્ડમાં 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે. જે છેલ્લા 24 મહિનામાં તેમનો પહેલો ગુનો છે. 24 મહિનામાં સિરાજ અને હેડની પહેલી ભૂલ હતી, એટલા માટે મેચનો કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. બંન્ને 14 ડિસેમ્બરથી શરુ થનારી બ્રિસબેન ટેસ્ટમાં રમી શકે છે.
4 / 5
સિરાજ અને હેડે મેચ રેફરી મદુગલેની સામે પોતાની ભૂલ સ્વીકારી આરોપનો સ્વીકાર કર્યો છે. આવી સ્થિતિમાં ICCએ બંનેને દોષિત માનીને સજા સંભળાવી.
5 / 5
ICCએ સિરાજને આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે અભદ્ર ભાષાના ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે હેડને આચારસંહિતાની કલમ 2.13ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે.આ મુજબ ગેરવર્તન બદલ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે છે.