ટીમ ઈન્ડિયા માટે ખુશખબરી, મોહમ્મદ શમી જશે ઓસ્ટ્રેલિયા ! હવે બસ કરવાનું છે એક કામ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી આ પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. તે હાલમાં જ રણજી ટ્રોફીમાં મેદાનમાં પરત ફર્યો છે. પરત ફરતા તેણે 4 વિકેટ પણ લીધી હતી.
1 / 6
અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી હવે મેદાનમાં પરત ફર્યો છે. તે રણજી ટ્રોફીમાંથી મેદાનમાં પરત ફર્યો છે. શમીએ મધ્યપ્રદેશ વિરૂદ્ધ ખૂબ જ સારી બોલિંગ કરી, આવી સ્થિતિમાં તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયાનો દરવાજો ખટખટાવ્યો છે.
2 / 6
લગભગ એક વર્ષ બાદ રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરતાં શમીએ બંગાળ તરફથી રમતા મધ્યપ્રદેશની પ્રથમ ઈનિંગમાં ચાર સ્પેલ ફેંક્યા હતા. આ દરમિયાન તેણે 19 ઓવરમાં ચાર મેડન સાથે ચાર વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં હવે સમાચાર સામે આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના પડકારજનક પ્રવાસ દરમિયાન પરેશાન ભારતીય ટીમને મોહમ્મદ શમીની સેવાઓ મળી શકે છે. જો કે આ પહેલા શમીની બીજી ઈનિંગમાં મોટી કસોટી થશે. પસંદગી સમિતિ એ જોશે કે તે બીજી ઈનિંગમાં કેવી બોલિંગ કરે છે અને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ બાદ તેને કોઈ દુખાવો કે સોજો છે કે કેમ.
3 / 6
જો તે તમામ માપદંડો પૂરા કરશે તો ડે-નાઈટ ટેસ્ટ મેચ પહેલા શમી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે તે લગભગ નિશ્ચિત છે. તમને જણાવી દઈએ કે, આ રણજી ટ્રોફી મેચ 16 નવેમ્બરે સમાપ્ત થશે અને ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમશે. જો શમી જાય છે, તો તેને પ્રેસિડન્ટ 11 સામે બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમવા મળશે.
4 / 6
બંગાળ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ PTIને જણાવ્યું કે રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય અજય અને NCA મેડિકલ ટીમના વડા નીતિન પટેલ ખાસ કરીને શમીની બોલિંગ જોવા આવ્યા હતા. શમી પર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલા, તેના વિશેની પ્રતિક્રિયા પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને મોકલવામાં આવશે.
5 / 6
BCCIના એક સૂત્રએ કહ્યું, 'સ્વાભાવિક રીતે શમીને તેની રમત રમવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ ટેસ્ટ સિઝનના અંત પછી 23 જાન્યુઆરીએ જ શરૂ થશે. તેથી પસંદગીકારો પાસે તેની ફિટનેસ તપાસવા માટે માત્ર એક જ મેચ હતી. તેણે અનેક સ્પેલમાં 19 ઓવરો નાખી અને 57 ઓવરોમાંથી મોટાભાગની ફિલ્ડિંગ પણ કરી. તેણે 90 ડોટ બોલ પણ ફેંક્યા છે. પરંતુ તેણે બીજી ઈનિંગમાં ફરીથી બોલિંગ અને ફિલ્ડિંગ કરવી પડશે.
6 / 6
ધારો કે તે બીજા દાવમાં 15 થી 18 વધુ ઓવર નાખે તો તે એક સારો નંબર હશે. પરંતુ સૌથી મોટી કસોટી એ થશે કે તેને ચાર દિવસ પછી ફરીથી કોઈ દુખાવો થાય છે કે કેમ. જો NCA મેડિકલ ટીમ તેની ફિટનેસને લીલી ઝંડી આપે છે તો સ્વાભાવિક છે કે તે બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાઈ જશે. (All Photo Credit : PTI / X)