ચાલુ મેચમાં હાર્ટ એટેકથી ક્રિકેટરનું મોત, કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચમાં બની દુઃખદ ઘટના
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ અને રણજી ટ્રોફી સિઝન વચ્ચે એક ક્રિકેટરના મોતના સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન હાર્ટ એટેકથી ક્રિકેટરનું મોત થયું હતું. કે હોયસલા મેદાનમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ટીમના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહ્યો હતો જે બાદ અચાનક હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું.