દુનિયા જેને GOAT કહે છે તેને વર્લ્ડ કપની ટીમમાંથી હટાવવાની તૈયારી!
જ્યારે ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે દુનિયાભરની ટીમો T20 વર્લ્ડ કપ પર નજર રાખી રહી છે. તમામ ટીમોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે, આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર પણ આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટીવ સ્મિથને T20 વર્લ્ડ કપની યોજનામાંથી બહાર કરી શકે છે અને તેના માટે 15 ખેલાડીઓની ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે.