IND vs ENG : અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, તોડ્યો મોટો રેકોર્ડ, બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર
ભારતનો યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહ T20 ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. તેણે આ યાદીમાં નંબર વન પર રહેલા યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે. હવે તે 100 વિકેટના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે.
1 / 6
ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 ક્રિકેટમાં ભારત માટે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 શ્રેણીની પ્રથમ મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી.
2 / 6
અર્શદીપ સિંહે તેની પ્રથમ 2 ઓવરમાં 2 વિકેટ લઈને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. આ સાથે અર્શદીપ સિંહે T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
3 / 6
અર્શદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ નવેમ્બર 2022માં થયું હતું. તેણે માત્ર 2 વર્ષમાં T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
4 / 6
ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં તેણે તેની પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટની વિકેટ લીધી હતી. ફિલ સોલ્ટ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ વિકેટ સાથે તેણે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં યુઝવેન્દ્ર ચહલની બરાબરી કરી લીધી. આ પછી તેણે તેની આગામી ઓવરમાં બેન ડકેટને પોતાનો શિકાર બનાવ્યો અને રેકોર્ડ તોડી નાખ્યો.
5 / 6
અર્શદીપ સિંહ પહેલા યુઝવેન્દ્ર ચહલ T20માં 96 વિકેટ સાથે ભારતનો સૌથી સફળ બોલર હતો. આ યાદીમાં ભુવનેશ્વર કુમારનું નામ ત્રીજા સ્થાને છે. T20 ક્રિકેટમાં તેના નામે 90 વિકેટ છે. આ સિવાય જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા 89-89 વિકેટ સાથે ચોથા સ્થાને છે.
6 / 6
અર્શદીપ સિંહે 61 મેચમાં 97 વિકેટ ઝડપી છે. તેણે આ વિકેટો 17.80ની એવરેજ અને 9થી ઓછી ઈકોનોમી સાથે લીધી છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે 8 ODI મેચ પણ રમી ચુક્યો છે. જેમાં તેના નામે 12 વિકેટ છે. (All Photo Credit : PTI)
Published On - 7:56 pm, Wed, 22 January 25