સેહવાગની પત્ની આરતી સાથે થઈ હતી છેતરપિંડી, પોલીસ પાસે પણ મદદ માંગી હતી
વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતના લગ્ન વર્ષ 2004માં થયા હતા. બંન્નેએ લવ મેરેજ કર્યા હતા. આ લગ્નને લઈ બંન્નેના પરિવારના લોકો રાજી ન હતા પરંતુ હવે લગ્નના 21 વર્ષ બાદ બંન્નેના છુટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંન્ને અલગ રહે છે.
1 / 6
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને તેની પત્ની આરતીના અલગ થવાની ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંન્ને એકબીજાથી અલગ રહે છે. અંદાજે 21 વર્ષ બાદ બંન્નેના સંબંધો તુટશે.
2 / 6
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને તેની પત્ની આરતીના અલગ થવાની ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંન્ને એકબીજાથી અલગ રહે છે. અંદાજે 21 વર્ષ બાદ બંન્નેના સંબંધો તુટશે.
3 / 6
આરતી સહેવાગ સાથે 6 વર્ષ પહેલા 2019માં પોતાના બિઝનેસ પાર્ટનરે છેતરપિંડી કરી હતી. તેને કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેના નામ અને સિગ્નેચરનો ખોટો ઉપયોગ કરી અંદાજે 4.5 કરોડની લોન લેવામાં આવી હતી.
4 / 6
આરતીના જણાવ્યા મુજબ તેમણે બિઝનેસ માટે દિલ્હીના અશોક વિહારમાં રોહિત ક્કકડના નામના વ્યક્તિનો સપોર્ટ લીધો હતો. પરંતુ રોહિત અને તેના અન્ય લોકોએ તેના નામનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો.
5 / 6
સહેવાગની પત્નીની જાણકારી વગર બીજી બિલ્ડર ફર્મને કહેવામાં આવ્યું કે આરતી અને વીરેન્દ્ર સેહવાગ તેની સાથે સંકળાયેલા છે. આ પછી, તેણે છેતરપિંડી કરીને પોતાની સહીનો ઉપયોગ કરીને લોન લીધી અને બાદમાં તેને ચૂકવવાનું બંધ કરી દીધું. આરતીના મતે બંને વચ્ચે પહેલાથી જ કરાર હતો કે તેની પરવાનગી વિના કોઈ કામ કરવામાં આવશે નહીં. જ્યારે આરતીને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
6 / 6
વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતના લગ્ન વર્ષ 2004માં થયા હતા. બંન્ને લવ મેરેજ કર્યા હતા. જેને લઈ બંન્નેના પરિવારના લોકો રાજી ન હતા. પરંતુ બંન્નએ પરિવારના સભ્યોને મનાવ્યા હતા. હવે 21 વર્ષ બાદ બંન્ને અલગ થઈ રહ્યા છે.