Cricketer Retirement : એક અઠવાડિયાની અંદર 4 ધાકડ ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું, જુઓ ફોટો

|

Aug 30, 2024 | 1:42 PM

છેલ્લા એક અઠવાડિયામાં ક્રિકેટ જગતમાં ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા નથી. એક બાદ એક 4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ લિસ્ટમાં 2 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે.

1 / 5
છેલ્લા એક અઠવાડિયામાં 4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જેમાં 2 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે, તો ચાલો જાણીએ કે, આ 4 ખેલાડી કોણ છે. જેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

2 / 5
ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવને 24 ઓગ્સટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી સંન્યાસની જાહેરાત કરી હતી. ધવને ભારતીય ટીમ માટે 167 વનડે, 34 ટેસ્ટ અને 68 ટી20 મેચ રમી છે.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર શૈનન ગેબ્રિયલે 28 ઓગસ્ટના રોજ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 12 વર્ષ સુધી શેનને વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિકેટ રમી હતી. ખેલાડીએ વેસ્ટઈન્ડિઝ માટે 59 ટેસ્ટ , 25 વનડે અને 2 ટી20 મેચ રમી હતી.

4 / 5
 ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મલાન એક સમયે નંબર 1ની રેકિંગ પર રહ્યો હતો. ક્રિકેટ કરિયરમાં મલાને ઈંગ્લેન્ડ માટે 22 ટેસ્ટ,30 વનડે અને 62 ટી20 મેચ રમી હતી.

5 / 5
વર્ષ 2016માં બરિન્દર સિંહ સરને ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતુ. આ વર્ષે તેમણે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેમણે 29 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. બિરેન્દર સિંહે ભારત માટે 6 વનડે અને 2 ટી20 મેચ રમી હતી.

Next Photo Gallery