શાળામાં જ્યોતિને ધ્યાનમાં રાખીને નાની ખુરશીઓ અને ડેસ્ક બનાવવામાં આવ્યા હતા, ઘરમાં પણ કપડાં, પથારી, વાસણો વગેરે બધું જ જ્યોતિના હિસાબે બનાવવામાં આવ્યું હતું.એક સમયે જ્યોતિના નાના કદના કારણે તેની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ બાદમાં જ્યોતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. જ્યોતિના 18મા જન્મદિવસ પર, તેને ગિનીસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વની સૌથી નાની મહિલા તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો હતો.